રાજકારણીઓ હવે અંદરો અંદર જાહેર માં બાખડી રહયા છે અને શરમ નેવે મૂકી દીધી છે રાજકારણ માં નેતાઓ ને મળી રહેલી રોયલ ફેસેલીટી અને ઊંચા પગાર ને લઈ આ ફિલ્ડ માં ભારે કોન્પિટિશન નો માહોલ છે ત્યારે કર્ણાટકના રામનગર માંડૉક્ટર ભીમરાવ આંબેડકર અને કેંપેગૌડાના મૂર્તિના અનાવરણ કાર્યક્રમ દરમ્યાન
મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈના ચાલુ કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર ભાજપના મંત્રી અને કૉંગ્રેસના સાંસદ સામ સામે આવી ગયા હતા અને બાખડી પડ્યા હતા અને બાદ માં તેઓના સમર્થકો એ પણ આ બબાલ માં ઝંપલાવતા પોલીસે માંડ છુટા પાડયા હતા.
મંત્રી સીએન અશ્વથ નારાયણે આક્રમક અંદાજમાં વિકાસના કાર્યોમાં બાધા નાખતા હોવાનો કૉંગ્રેસ પર આરોપ લગાવી ભાષણ શરૂ કરતાં સ્ટેજ ઉપર હાજર કૉંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશ ઉભા થઈ ગયા હતા અને મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ સ્ટેજ પર હોવા છતાં સાસંદ ઉભા થઈને ભાષણ કરી રહેલા મંત્રી અશ્વથ નારાયણ સુધી ધસી જતા મામલો ગરમાયો હતો.
બન્ને નેતાઓ વચ્ચે સ્ટેજ પર જ તૂ તૂ મૈં મૈં ચાલુ થઈ જતા અને કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારીઓ એ સ્ટેજ ઉપર દોડી જઇ અને મામલો શાંત પાડ્યો હતો.
મળતી વિગતો મુજબ અશ્વથ નારાયણ રામનગરમાં થઈ રહેલા વિકાસના કાર્યો અંગે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન ત્યાં હાજર સાંસદ ડી.કે સુરેશના સમર્થકોએ હોબાળો શરૂ કરતા મંત્રીના ભાષણમાં વિક્ષેપ પડ્યો હતો. આ પછી સાંસદ ડી.કે. સુરેશ પણ પોતાની ખુરશી પરથી ઉભા થઈને મંત્રી પાસે પહોંચ્યા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય પણ પહોંચી ગયા અને માઈક ખેંચવાનો પ્રયાસ કર્યો. જો કે મામલો વધુ બિચકે એ પહેલા પોલીસ અધિકારીએ અને નેતાઓએ વચ્ચે પડીને બાજી સંભાળી લીધી.
આમ નેતાઓ ની બબાલ ભારે ચર્ચાસ્પદ બની હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.