ઉમિયા ધામના પ્રમુખ પદે બાબુ જમના પટેલની વરણી થઈ હોવાથી ભાજપને થશે સીધો ફાયદો…

ઉંઝાના ઉમિયા ધામની બગાડોર ભાજપના અમદાવાદ દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલના હાથમાં આવી છે અને વિવાદો વચ્ચે તેમની વરણી કરવામાં આવી પણ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા શાંતિથી અને સુપેરે પાર પાડવામાં આવી છે અને બાબુ જમના પહેલા ઉમિયા ધામના પ્રમુખ પદે મણીભાઈ પટેલ કાર્યરત હતા.

કડવા પાટીદાર સમાજ માટે ઉમિયા ધામ આસ્થાનું મોટું કેન્દ્ર છે અને હાલમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા પાટીદાર એક્તા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અને ઉમિયા ધામમાં રાજકીય નિમણૂંક થવાના કારણે સીધી રીતે રાજકીય ફાયદો ભાજપને જ થવાનો છે.   રાજકીય રીતે પણ ઊંઝા ઉમિયા ધામ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બાબુભાઇ પટેલે સમાજ અને મંદિરમાં મોટી રકમનું દાન આપ્યું છે. આ પ્રસંગે તેમણે પાટીદાર સમાજનો પણ આભાર માન્યો હતો.

બાબુ જમનાએ પ્રમુખ પદે વરાયા બાદ મીડિયા સાથે કરેલી વાતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની વિકાસની વાતોને લઈ ભરપુર પ્રશંસા કરી છે અને તેમણે કહ્યું કે વડાપ્રધાને પાટીદાર સમાજે વિકાસ કર્યો તો સાથો સાથ ગુજરાતે પણ વિકાસ કર્યો હોવાનું જણાવ્યું છે તો અમિતભાઈ શાહે પાટીદાર સમાજે વિકાસની નવી દિશા આપી હોવાનું કહ્યું છે. આમ બન્ને નેતાઓએ પાટીદાર સમાજ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને પાટીદાર સમાજ ભાજપ સાથે જ હતો, છે અને રહેશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.

કડવા પાટીદાર સમાજનાં ઉમિયા ધામમાં ભાજપના ધારાસભ્યના હાથમાં કમાન આવતા રાજકીય ગણિત માંડીએ તો આનાથી ભાજપને સીધો ફાયદો થવાનો છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાની રાજકીય સોગઠીમાં ભાજપે મેદાન માર્યું છે. ઉમિયા ધામના નવા પ્રમુખ ભાજપનાં છે અને તેમણે ભાજપને જ સાથ આપવાની જાહેરાત કરી છે. સીધી વાત છે કે આના કારણે ભાજપને હરખાવાનો સમય આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.