અમેરિકાની IT કંપની Cognizant કોસ્ટ કટિંગના નામે આવનારા મહિનાઓમાં 7000 મિડ સીનિયર લેવલના કંર્મચારીઓને છૂટા કરશે. ક્વાર્ટર રિપોર્ટ આવ્યા પછી કંપની તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા અમુક મહિનાઓમાં દુનિયાભરમાંથી કંપની લગભગ 12 હજાર મીડિયમ અને સીનિયર લેવલના કર્મચારીઓને છૂટા કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કર્મચારીઓમાંથી લગભગ 5000ને ફરી તાલીમ આપીને તેમની ભરતી કરવામાં આવશે. આ પહેલા મે મહિનામાં કંપનીએ કોસ્ટ કટિંગના નામે મીડિયમ લેવલના અધિકારીઓ છૂટા કરેલા. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના પ્રદર્શનમાં સુધારો થયેલો અને તેમનો ટોટલ રેવેન્યૂ 4.25 અબજ ડૉલર રહેલો.
Cognizantના CEO બ્રાયને ગયા મહિને જ કંપનીને પાટા પર લાવવા માટે તેના રિવેમ્પની પ્રક્રિયા શરૂ કરી હતી. તેના માટે તેમણે કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવેલો. આ કંપનીમાં લગભગ 2.9 લાખ કર્મચારીઓ કામ કરે છે. જેમાં લગભગ 2 લાખ ભારતીયો છે. 30 સપ્ટેમ્બર 2019માં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 2,89,900 હતી, જ્યારે 30 જૂન 2019માં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 2,88,200 હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.