કોરોનાને લઈ SMC કમિશનરનું મોટું નિવેદન,જાણો શુ કહ્યું??- આગામી 45 દિવસ માટે….

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને કોરોના પોઝિટિવ કેસ હોવાની સાથે-સાથે ઓમીક્રોન વેરિયન્ટના પણ પોઝિટિવ કેસો રાજ્યમાં વધી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઓમીક્રોન વેરિયન્ટ ડેલ્ટાની તુલનામાં વધારે ઘાતક છે અને તે વધારે લોકોને સંક્રમિત કરી શકે છે અને રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના પોઝિટિવ કેસો નોંધાયા બાદ હવે કોરોના કેસોની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં સૌથી વધારે કેસ સુરત અને અમદાવાદ આ બે શહેરોમાંથી જ સામે આવી રહ્યા છે. ત્યારે ડાયમંડ સિટી એવા સુરતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વધતા જતા કોરોના સંક્રમણને લઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લોકોને ભીડવાળી જગ્યા પર ન જવા અને ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની અપીલ કરી છે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, છેલ્લાં કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. એટલે આગામી 45 દિવસ ખૂબ જ ઘાતક છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે લોકો માસ્ક ફરજીયાત પહેરી ને બહાર નીકળે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.