બુધવારે સવારે ઝારખંડના પાકુરમાંથી જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 6 વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને ઝારખંડના પાકુરથી દુમકા જઈ રહેલી બસ લિટ્ટીપાડા-અમદાપારા રોડ પર પેડરકોલા પાસે ગેસ સિલિન્ડરો ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી અને આ બસમાં 40થી વધુ પ્રવાસીઓ બેઠા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અકસ્માતને કારણે આશરે 25 લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
બસ અને ગેસથી ભરેલા સિલિન્ડરના ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કાગળની જેમ પડીકું વળી ગયા હતા. બસમાં બેઠેલા લોકો અંદર ફસાઈ ગયા હતા જેથી બસના પતરાને કાપીને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું કે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની પૂરી આશંકા છે અને એવું પણ જાણવા મળ્યું છે કે, ક્રિષ્ના રજત નામની બસ અને એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બંને વાહનો એટલા સ્પીડમાં હતા કે, બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા. બસની કેબિન તો કાગળની જેમ પડીકું વળી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.
અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ શકી નથી. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી મળતા જ આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ અને એમ્બ્યુલન્સ પહેલા ઈજાગ્રસ્તોને લોકોએ પ્રાથમિક સારવાર માટે રવાના કર્યા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકો બચાવકાર્યમાં લાગી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.