23 સપ્ટેમ્બર, સોમવારના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને ‘આયુષ્યમાન ભારત દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
ગાંધીનગર: કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત ભારતની સૌથી મોટી આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM-JAYના એક વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે 23 સપ્ટેમ્બર, સોમવારના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને ‘આયુષ્યમાન ભારત દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે યોજાનારા આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે 104 હેલ્થ હેલ્પ લાઇન (Health Helpine), વિવિધ ઇ-લોકાર્પણ, નિમણૂક પત્રો એનાયત, સન્માન અને 108- ખિલ-ખિલાટ વાનનું લોકાર્પણ કરાશે.
આ ઉજવણી સમારોહમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે કૉમ્યુનિટી હેલ્થ ઑફિસરોને નિમણૂક પત્ર એનાયત, વિવિધ સંસ્થાઓનું સન્માન, સિવિલ હૉસ્પિટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થિયેટરોનું ઇ-તક્તિથી લોકાર્પણ, 104 હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ની હેલ્પલાઇન અને લોગોનું અનાવરણ, સ્યુ સાઇડ પ્રિવેન્શન’ હેલ્થલાઇન પુસ્તકનું વિમોચન, ‘MY TECHO’ નું લોકાર્પણ, લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.કે.જનરલ હૉસ્પિટલ-રાજકોટ તેમજ બારડોલી હૉસ્પિટલને એવોર્ડ, 108એમ્બ્યુલન્સ અને ખિલ ખિલાટ વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવામાં આવશે.
જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કૉલેજ ઓડિટોરિયમ, ગાંધીનગર ખાતે સવારે 10: 30 વાગ્યે યોજાનારા આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર કાનાણી(કુમાર), ગાંધીનગર-દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર-ઉત્તરના ધારાસભ્ય સી.જે.ચાવડા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા તબીબી મહાનુભાવો, સંસ્થાઓ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.