મહિલાને ઊલટીઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વડોદરાના વાસણા ખાતે રહેતા ધૃણાલી રાકેશ પટેલને ગત. તા.4 જાન્યુઆરીના રોજ અચાનક ઊલટીઓ થતાં પરિવારજનો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા અને હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી હતી છતાં પણ બ્લડ પ્લેટલેટમાં સતત થઈ રહેલા ઘટાડા કારણે તેમની હાલત કથળી રહી હતી. જો કે, અગાઉ પણ રૂમેટોઈડ આર્થરાઇટસ અને આઇ. ટી.પી. નામની બીમારીને કારણે તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.
ધ્રુનાલીની તબિયત કથળતાં તેમનો એમ.આર.આઇ કરવામાં આવ્યો હતો જેમાં બ્રેન સ્ટેમમાં બ્લિડિંગ અને જેને એક્યુટ પ્રોગ્રેસીવ બ્રેન સ્ટેમ ઇન્ફ્રેક્ટ નામક બીમારીનું નિદાન થયું હતું, જેની સારવાર નહીં બરાબર છે. જેથી તેઓ બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સમાચાર બાદ ધ્રુનાલીબેનના પતિ અને સગાવાલાને હોસ્પિટલ સતાધીશોને અંગદાનની શક્યતાઓ વિશે પૂછતાં હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તબીબોએ કયા અંગોનું દાન થઈ શકે તે અંગે પરીક્ષણ શરૂ કર્યું હતું અને જેમાં બે કિડની, લીવર, ફેફસાં અને હૃદયનું દાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યા હતા. આ રિપોર્ટના આધારે સરકાર નિયુક્ત અધિકારીઓએ ભારત સરકારના અધિકારીઓને જાણ કરી હતી અને જેના આધારે તેમનું હૃદય ફરીદાબાદ ખાતે મોકલવામાં આવ્યું હતું તેમજ ફેફસાં ચેન્નાઇ, લિવર અમદાવાદ અને કિડની વડોદરા ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે રાખવામાં આવી હતી.
અંગો ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પહોંચાડ્યા
આજે ગુરુવારે બપોરે ધૃણાલીબેનના લીવર, કિડની, હ્રદય અને ફેફસાંને શસ્ત્ર ક્રિયા થકી કાઢી પોલીસ પેટ્રોલિંગ હેઠળ એરપોર્ટ પહોંચાડ્યા હતા અને ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અંગો ફરીદાબાદ અને ચેન્નાઇ પહોંચાડવા મા આવ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.