કોરોનાની ત્રીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને રાજ્યમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે જેના પગલે તંત્ર સતર્ક થયું છે રાજ્યમાં શરદી અને ખાંસી અને તાવના દર્દીઓ બારોબાર મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ રહ્યાં છે અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી રહ્યાં નથી જેના પગલે કલેક્ટર દ્વારા તમામ મેડિકલ સ્ટોરને આદેશ આપવામાં આવ્યો છે કે આ પ્રકારના દર્દીઓનો ડેટા એપ્લિકેશનમાં સ્ટોર કરવામાં આવે આ ડેટાના આધારે દર્દીઓને ટ્રેસ કરવામાં આવશે અને તેમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે જેથી કોરોના શંકાસ્પદ દર્દીઓને શોધી શકાય અને આ મહામારીના સંક્રમણને વધતું અટકાવી શકાય
અમદાવાદમાં વધતાં જતાં કોરોના સંક્રમણને પગલે મેડિકલ સ્ટોર્સમાંથી બારોબાર દવા લઈ લેતા કોવિડનાં શંકાસ્પદ દર્દીઓનો ડેટા એડવાન્સ કોવિડ સિન્ડ્રોમિક સર્વેલન્સ એપ્લિકેશન પર દરરોજ અપલોડ કરવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આદેશો આપ્યા છે અને જેનાં માટે દરેક મેડિકલ ધારક એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજે રોજનો ડેટા અપલોડ નહીં કરે તો કાનૂની પગલાં પણ ભરવામાં આવશે કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં વેઇટિંગ તેમજ સમયસર સારવાર નહીં મળવાના કારણે ઘણા શંકાસ્પદ દર્દીઓ બારોબાર મેડિકલ સ્ટોર્સમાંથી કોવિડની દવા ખરીદી લેતા હતા જેનાં કારણે વહીવટી તંત્ર પાસે શંકાસ્પદ દર્દીઓનો ચોક્કસ આંકડો મળતો ન હતો જેનાં પગલે અગાઉ પણ મેડિકલ સ્ટોર્સ ધારકોને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ દવાની ખરીદી કરે તો ડેટા રાખવાની સૂચનાઓ અપાઈ હતી.
હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે કોઈ પણ પ્રકારની કચાશ રહી ન જાય તે માટે ફરીવાર મેડિકલ સ્ટોર્સ ધારકોને આદેશો આપી દેવાયા છે જેનાં માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે હાલમાં પણ ઘણા લોકો બારોબાર ટેસ્ટિંગની જગ્યાએ દવા ખરીદીને સારવાર મેળવી રહ્યા છે જેનાં પગલે આવા દર્દીઓનું સમયસર ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરી સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટઈન કરી શંકાસ્પદ દર્દીઓને સઘન સારવાર આપવા માટે મેડિકલ સ્ટોર્સને કોવિડ સિન્ડ્રોમિક સર્વેલન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે
જે ડેટા સંબંધિત આરોગ્ય કેન્દ્ર પણ જોઈ શકશે અને નામ નંબર અને સરનામાંના આધારે આરોગ્યની ટીમ તુરંત એક્શન લઈને શંકાસ્પદ દર્દીને કોવિડ ટેસ્ટ કરી તેની સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટઈન કરાવી તે ડેટા આરોગ્ય તંત્રને મોકલી આપશે આ અંગે મેડિકલ સ્ટોર્સનાં લોકોએ જણાવ્યું હતું કે અમે જાહેરનામાં મુજબની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવી દીધું અને જે કોઈ શંકાસ્પદ દર્દી એટલે કે શરદી ખાંસી તેમજ તાવની દવા લેવા આવે તેવા લોકોનાં નામ સરનામા તેમજ ફોન નંબર પણ અપલોડ કરવા માટે રજિસ્ટર મેઈન્ટેન કરવાના છીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલની સ્થિતિને જોતાં માસ્ક અને સેનિટાઈઝરનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કરી લીધો છે અને સરકાર જે પ્રકારે આદેશો જાહેર કરશે એ મુજબ અમે દવા વિતરણ કરવા માટે તૈયાર છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.