રાજ્યમાં રખડતા ઢોરના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવાના કિસ્સા અવાર નવાર સામે આવે છે.. ઘણી વખત રખડતા ઢોરે કોઈ વ્યક્તિને અડફેટે લીધો હોવાના કારણે આ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાના અથવા તો તે વ્યક્તિને ગંભીર રીતે ઇજા થઇ હોવાની ઘટનાઓ પણ સામે આવી છે તો કેટલીક વખત રસ્તા પર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવે છે અને ત્યારે રાજ્યમાં અલગ-અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પર અંકુશ લાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે
અને આ કામગીરી દરમિયાન ઘણી વખત મનપાના કે પછી નગરપાલિકાના અધિકારીઓને ઢોરના માલિકો સાથે ઘર્ષણ થતું હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે કચ્છમાં એક આખલો બંધ મકાનના નડીયા પર ચડી ગયો હોવાની ઘટના સામે આવી હતી. જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે કોઈને જાનહાની થઈ ન હતી પરંતુ લોકોને નળીયાવાળા મકાન પરથી આખલાનું રેસ્ક્યુ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મળતા રિપોર્ટ અનુસાર કચ્છના નખત્રાણા તાલુકામાં મોટી વિરાણી ગામ આવેલું છે. આ મોટી વિરાણી ગામમાં એક આખલો નળીયાવાળા મકાનની છત પર ચઢી ગયો હતો અને આખલાના વજનના કારણે નળિયાં તૂટી જતા આખલો છત પર જ ફસાઇ ગયો હતો તેને જોકે નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ આખલાના પગ લાકડાની વચ્ચેથી મકાનની આરપાર નીકળી ગયા હોવાના કારણે તે છત પરથી નીચે આવી શકતો ન હતો. તો બીજી તરફ ગામના લોકોએ ફસાઈ ગયેલા આખલાને ઉતારવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને જે મકાનમાં આખલો ફસાયો હતો તે મકાન જુનુ હોવાના કારણે તેમાં કોઈ રહેતું ન હતું.
ગામ લોકોનો આ બાબતે કહેવું છે કે, આ ઘટના મોટી વિરાણી ગામના વથાણ ચોકની છે કે જેમાં બુધવારે મોડી રાત્રે ગામમાં એક આખલો એક મકાનની છત પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતો હતો અને તે સમયે આખલો બાજુના મકાનના નળિયાવાળી છત પર ચાલ્યો ગયો હતો અને મકાન પર રહેલા જૂના નળિયા તૂટી ગયા હોવાના કારણે આખલો તેમાં ફસાઇ ગયો હતો. ગુરુવારે સવારે ગામ લોકોના ધ્યાન પર આવતા ગામના લોકોએ અને ગૌ પ્રેમી લોકો એ આખલાને મકાનની છત પરથી ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિને કે, આખલાને ઈજા થવા પામી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.