PM મોદી ની ડ્રોન અથવા ટેલિસ્કોપ ગન થી હત્યા કરવાનું કાવતરું ઘડાયું હોવાનો દાવો થતા ચકચાર મચવા પામી છે…

વડાપ્રધાન મોદી ની હત્યા નું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહે નિવેદન આપતાં ભારે હોબાળો મચી ગયો છે.તેઓ એ ટ્વિટ કરીને જણાવ્યું કે મોત ના કૂવામાં પીએમને ફસાવવા એ કોઈ સંયોગ નહોતો અને આ એક ષડયંત્ર હતું. મહાદેવની કૃપાથી તેઓ બચી ગયા. જો આ મામલે ઉચ્ચ કક્ષાની યોગ્ય તપાસ થશે તો આ ષડયંત્ર ના તાર પંજાબના સીએમ કાર્યાલય સુધી નહીં પરંતુ આગળ નીકળે એવું લાગે છે કે પીએમ ની હત્યા ડ્રોન અથવા ટેલિસ્કોપિક બંદૂક વડે થઇ શકે તેમ હતી.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ કહ્યું કે,આ ષડયંત્રનો અંદાજ લગાવી શકાય છે કે, ફ્લાયઓવર પર વડાપ્રધાનને કેવી રીતે રોકવામાં આવ્યા અને તપાસ યોગ્ય રીતે થવી જોઈએ અને કાવતરાખોરો બચવા ન જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ગંભીર ક્ષતિની તપાસ કરી રહેલી કેન્દ્રની એક ટીમ શુક્રવારે ફિરોઝપુર પહોંચી હતી આ મામલે સઘન તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.