કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. અને ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે. જ્યારે બાકીનાં ત્રણ રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક તબક્કમાં મતદાન થશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તમામ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને સુવિધા એપ દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવશે. ઉમેદવારો ઓનલાઈન પણ નોંધણી કરાવી શકે છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મોટાભાગના રાજ્યોમાં રસીકરણની સ્થિતિ સારી છે અને ગોવામાં, 95 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં 90 ટકા લોકોને પ્રથમ રસી મળી ગઈ છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે 15 જાન્યુઆરી સુધી નુક્કડ સભાઓ પર પણ પ્રતિબંધ રહેશે અને ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર 5 લોકો જ ભાગ લેશે.
કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્ર તથા અન્ય બે કમિશ્નરે પત્રકાર પરિષદમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે પંજાબમાં 3 માર્ચે મતદાન થશે. ઉત્તરાખંડમાં 3 માર્ચે મતદાન થશે.અને ગોઆમાં 3 માર્ચે મતદાન થશે જ્યારે મણિપુરમાં 3 માર્ચે મતદાન થશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુર એ પાંચેય રાજ્યોમાં એક જ દિવસે એટલે કે 12 માર્ચે મતદાન થશે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 403 બેઠકો છે અને યુપી સંવેદનશીલ રાજ્ય હોવાથી સાત તબક્કામાં મતદાન રખાયું છે. પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ ચાર રાજ્યોમાં વિધાનસભા બેઠકોની સંખ્યા ઓછી હોવાથી એક જ તબક્કામાં મતદાન યોજવાનો નિર્ણય લેવાયો છે.
પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે જ્યારે ઉત્તરાખંડમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 70 બેઠકો છે. મણિપુરમાં વિધાનસભાની 60 બેઠકો છે અને જ્યારે ગોઆમાં વિધાનસભાની 40 બેઠકો છે.
CEC સુશીલ ચંદ્રએ કહ્યું કે આ વખતે પાંચ રાજ્યોની 690 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું કે કોવિડ સેફ ઇલેક્શન કરાવવું ચૂંટણી પંચનો ઉદેશ્ય છે અને કોરોના કાળમાં ચૂંટણી કરાવવી પડકારજનક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.