ગોદડાં કાઢીને તૈયાર રહેજો, આ દિવસોમાં ગુજરાતમાં પડશે હાડ થિજવતી ઠંડી અને આ જગ્યાએ તો કોલ્ડવેવની આગાહી

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગહી અનુસાર આજ થી સમગ્ર રાજ્યમાં હાડ થીજવાદી તેવી ઠંડીનો ત્રીજા દૌરની શરૂઆત થઈ ચુકી છે અને તેમજ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આવી જ કાતિલ ઠંડી પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે તો વળી રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો સુધી કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

ચાલુ વર્ષે પહેલીવાર અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ બાદ રવિવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો અને આમ રાજ્ય સહિત કેટલા જિલ્લામાં માવઠા બાદ ઠંડીમાં વધારો થવા પામ્યો છે આમ રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો સિંગલ ડીઝિટમાં સિંગલ ડિજીટમાં પહોંચ્યા છે. ચાલુ વર્ષે પહેલીવાર અમદાવાદમાં તાપમાનનો પારો 9 ડિગ્રી અને ગાંધીનગરમાં 8 ડિગ્રી નોધાયો છે. આ સાથે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં અગામી બે દિવસો દરમિયાન કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.