સુરત બાદ માતર તાલુકામાં ગેસ લીકેજ થતા 7 લોકો થયા બેભાન અને પશુઓને પણ થઇ અસર

સુરતના સચિન GIDC વિસ્તારમાં ટેન્કરમાંથી ગેસ લીકેજ થયું હોવાના કારણે 6 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે અને આ મામલે સચિન GIDC પોલીસ દ્વારા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઇને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે સુરત બાદ હવે ખેડામાં પણ ગેસ લીકેજની એક દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં 7 લોકો બેભાન થઈ ગયા હતા તો બીજી તરફ સ્થાનિક કેટલાક પશુઓને પણ ગેસની અસર થઇ હતી.

મળતા રિપોર્ટ અનુસાર ખેડા માતર તાલુકામાં પરીએજ ગામમાં પાણી પુરવઠા વિભાગના બેદરકારીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પરીએજ પાણી પુરવઠા વિભાગ દ્વારા 10 વર્ષથી ક્લોરિનના બાટલાનો નિકાલ ન કરવામાં આવતા આ બાટલામાંથી ગેસ લીકેજ થયો હતો.અને તેના કારણે ગેસ આસપાસના વિસ્તારમાં ફેલાયેલો હોવાના કારણે 7 લોકો બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત સ્થાનિક પશુઓને પણ ગેસની અસર થઇ હતી. તેથી 7 લોકોને બેભાન અવસ્થામાં તારાપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક મામલતદાર, તાલુકા ડેવલપમેન્ટ અધિકારી અને નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.