ખેડૂતોને આ શરતો પર મળશે મોટી સ્કિમનો ફાયદો, ખેતી માટે વર્ષે 11થી 31000 રૂપિયા મળશે

નવી દિલ્હી : ખેડૂતોને સીધો લાભ આપતી સૌથી મોટી સ્કિમ મુખ્યમંત્રી કૃષિ યોજના (Mukhyamantri Krishi Ashirwad Yojana)ના પ્રથમ તબક્કામાં 13 લાખ 60 હજાર 380 ખેડૂતોએ લાભ લીધો છે. આ ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી 442 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં આશરે 15 લાખ ખેડૂતોને પૈસા મોકલવાના હતા. આ યોજના અંતર્ગત ચાર કે છ હજાર નહીં પરંતુ વર્ષ માટે 25 હજાર રૂપિયા આપવામાં આવે છે. જેમાં પીએમ કિસાન સમ્માન નિધિ સ્કિમ (PM-kisan Samman Nidhi Scheme)ની રકમ પણ જોડી દેવામાં આવે તો આ રકમ 31 હજાર રૂપિયા થાય છે. જેની પાસે ફક્ત એક એકર જમીન છે તેને 11 હજાર રૂપિયા મળી રહ્યા છે.

આ યોજના ફક્ત ઝારખંડ રાજ્ય માટે છે, પરંતુ ખેડૂતોને શું લાભ મળી રહ્યો છે તે જાણવું જરૂરી છે. આ સ્કિમ ઝારખંડા (Jharkhand) રાજ્યમાં 10મી ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી. તો જાણીએ આ સ્કિમ શું છે, અને કોણ તેનો ફાયદો લઈ શકે છે.

 મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજના અંતર્ગત લગભગ વર્ષે પાંચથી 25 હજાર રૂપિયા મળે છે. પીએમ કિસાન નિધિ સહાયની રકમ જોડી દેવામાં આવે તો આ રકમ 11થી 31 હજાર થશે.

 પ્રતિ એકર પાંચ હજાર લેખે વધારેમાં વધારે પાંચ એકર સુધી 25 હજારની ચુકવણી કરવામાં આવે છે.

 પ્રધાનમંત્રી કૃષિ સમ્માન નિધિ સ્કિમ (PM-kisan Samman Nidhi Scheme)માં પહેલા જ છ હજાર રૂપિયાની રકમ મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.