યુપીના ભાજપના આ કેબિનેટ મંત્રીએ આપ્યું રાજીનામું અને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે

યુપીના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપ્યું છે હવે તે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપી દીધું છે. એવી અટકળો છે કે તેઓ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે.સ્વામી પ્રસાદ મૌર્યએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપતા લખ્યું કે માનનીય રાજ્યપાલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટમાં શ્રમ અને રોજગાર અને સંકલન મંત્રી તરીકે પ્રતિકૂળતા અને વિચારધારામાં જીવવા છતાં તેમણે જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે.પરંતુ દલિતો, પછાત ખેડૂતો બેરોજગાર યુવાનો અને નાના-નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓના ઘોર ઉપેક્ષિત વલણને કારણે હું ઉત્તર પ્રદેશની કેબિનેટમાંથી રાજીનામું આપું છું.

સ્વામી પ્રસાદ મૌર્ય એ તેઓ યુપી સરકારમાં મંત્રી છે અને 5 વખત ધારાસભ્ય રહ્યા છે તે પછાત સમાજના મોટા નેતા છે 80ના દાયકાથી રાજકારણમાં છે બસપાના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે 2012 થી 2016 સુધી યુપી વિધાનસભાના નેતા વિરોધ પક્ષ હતા 8 ઓગસ્ટ 2016ના રોજ ભાજપમાં જોડાયા હતા તેમની પુત્રી સંઘમિત્રા મૌર્ય બદાઉનથી બીજેપી સાંસદ છે અને ભાજપ પહેલા તેઓ લોકદળ અને બસપામાં રહી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.