ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ઓફલાઈન શિક્ષણ મરજીયાત કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થી તેની ઈચ્છા અનુસાર ઓનલાઈન કે ઓફલાઈન અભ્યાસ કરી શકે છે. ત્યારે વિવાદોના વંટોળમાં રહેતી પારુલ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે.અને પારુલ યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓના કેમ્પસમાં અભ્યાસ કરાવવામાં આવે છે. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાથીઓએ ઓનલાઈન અભ્યાસની માગણી કરવામાં આવી હતી પણ પારુલ યુનિવર્સિટી તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે, ક્લાસમાં હાજરી ફરજીયાત છે.
પારુલ યુનિવર્સિટીના મેનેજમેન્ટની આ જીદને લઇને વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં એકઠા થઇને વોરોધ કર્યો હતો. ત્યારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે પારુલ યુનિવર્સિટીના સિક્યોરીટી ગાર્ડ દ્વારા ઝપાઝપી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે અને ઓનલાઈન શિક્ષણની માગણી જે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓ મોટા ભાગે બહારથી આવે છે. 65 કરતા વધારે વિદ્યાર્થીઓની માગણી ઓનલાઈન શિક્ષણની હતી.
વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતી કે, અમારા પર પારુલ યુનિવર્સિટીના સિક્યોરીટી ગાર્ડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ સિક્યોરીટી ગાર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને પાઠ ભણાવવામાં આવે. વિરોધ કરતા સમયે અમારી પાસે એક પેપર હતું તેમાં લખવામાં આવ્યું હતું કે, ચાલો ઓનલાઈન ભણીએ.
અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું છે કે, અમે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે કે, અમે આ કેમ્પસમાં સલામતી અનુભવતા નથી અને છતાં પણ અમને કેમ્પસની અંદર જ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. અમારું કેમ્પસ સામાજિક અંતર અને માસ્કના નિયમોમાં માનતું નથી. આ નિયમો ફરજીયાત નથી છતાં પણ પારુલ યુનિવર્સિટી દ્વારા દાવો કરવામાં આવે છે કે અમારું કેમ્પસ રોગચાળા દરમિયાન સાવચેત છે. તેમજ અમારું મેનેજમેન્ટ સમજવા માટે ઇનકાર કરે છે કે, આ મહામારી વચ્ચે 65 વિદ્યાર્થીઓને ભેગાથવું અને એક સાથે અભ્યાસ કરવો તે હિતાવહ નથી.
તો આ બાબતે વાઈસ ચાન્સેલર ડોક્ટર એમ.એન. પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પારુલ યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. ઓનલાઈન વર્ગ બાબતે તેમને જણાવ્યું કે અમે સરકારની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યા છીએ. અને મહત્ત્વની વાત છે કે સોમવારના રોજ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણ ઓનલાઈન કરવાની માગણી સાથે કેમ્પસમાં વિરોધ કર્યો હતો. આ બાબતે વિદ્યાર્થીઓ સાથે કેમ્પસમાં સિક્યોરીટી ગાર્ડ દ્વારા ઘર્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના ફોટો અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.