વધતા કેસોએ વધારી ચિંતા:PM મોદી આજે મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરશે અને કોવિડની સ્થિતિ વિશે માહિતી મેળવશે….

દેશમાં કોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે સાંજે 4.30 વાગ્યે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે અને આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય એવી શક્યતા છે.તેમજ અગાઉ રવિવારે વડાપ્રધાને કોવિડની સ્થિતિની સમીક્ષા કરતાં કહ્યું હતું કે કિશોરો માટેનું રસીકરણ અભિયાન ઝડપી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મોદીએ 2020માં આ મહામારી ફેલાયા પછીથી મુખ્યમંત્રીઓ સાથે ઘણી બેઠક કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પછી પ્રતિબંધો વધુ કડક બની શકે છે અને આ બેઠકમાં લોકડાઉન પર પણ વિચાર કરવામાં આવી શકે છે. જોકે અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી લેશે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે.

બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા રહેશે
આ બેઠક દરમિયાન ઓક્સિજન-સિલિન્ડર, વેન્ટિલેટર, ICU, ઓક્સિજન બેડ, આઈટી હસ્તક્ષેપની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવશે.

સંસદ ભવનના 718 કર્મચારી પણ કોરોના સંક્રમિત
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં સંસદ ભવનના 718 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. ખતરાને જોતાં હવે સંસદનાં બંને ગૃહોને શિફ્ટમાં બોલાવવા પર વિચાર કરવામાં આવી શકે છે. બંને સચિવાલયોને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે સંસદના બજેટસત્રના આગામી પ્રથમ ભાગમાં ગૃહોને શિફ્ટ મુજબ ચલાવવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.