શિયાળામાં સ્વેટર પહેરીને સૂવુ સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે , શુ છે કારણ??

સામાન્ય રીતે શિયાળામાં ઠંડીથી બચવા માટે ઘણા લોકો ઉનના કપડાં પહેરીને સૂવાનું પસંદ કરે છે.અને એ સિવાય ભારે ઠંડીથી પોતાને બચાવવા માટે કેટલાક લોકો ગરમ કપડાંઓનું લેયર પહેરે છે. તેનાથી ઠંડીથી રાહત તો મળી જાય છે પરંતુ, ગરમીથી ઊંઘ મેળવવાની આ રીત સ્વસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સ્વેટર કે કપડાં પહેરીને સુવાથી તમારા શરીર પર ઘણા પ્રકારના સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. એમ ઉનની ક્વોલિટીના કારણે થાય છે. ઉન ઉષ્માનું કુચાલક હોય છે.

એ તમારા રેશા વચ્ચે મોટી માત્રામાં એર ટ્રેપ કરી લે છે અને આ કારણે આપણાં શરીરમાં ઉત્પન્ન થનારી ગરમી લોક થઈ જાય છે અને બહાર નીકળતી નથી. આ રીતે આપણે ઠંડીથી બચી રહીએ છીએ પરંતુ, તેની અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે.

શિયાળામાં શરીરના બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે અને ઉની કપડાં પહેરીને સુવાથી શરીર ગરમ થઈ જાય છે પરંતુ, ગરમી બહાર નીકળી શકતી નથી, જેથી બેચેની, ગભરાટ, BPની સમસ્યા થઈ શકે છે.

કેટલાક લોકોને ઉનથી એલર્જી પણ હોય શકે છે.અને આ લક્ષણોને ઓળખો. તમને ઉનથી એલર્જી તો નથી. જો એ પ્રકારની પરેશાની છે તો ઉનના કપડાંથી અંતર જાળવો.

એ સિવાય ખંજવાળની સમસ્યા, સ્કીન પર રેશીસ થવું અને ચિડાયેલી આંખો, નાક વહેવી, ખાંસી જેવી સમસ્યા પણ થઈ શકે છે.

રાતની ઊંઘ પણ ખરાબ થઈ શકે છે. સારી ઊંઘ લેવા માટે બોડીનું તાપમાન જાળવી રાખવું પડે છે પરંતુ, સ્વેટર પહેરવા પર એવું સંભવ થઈ શકતું નથી અને સ્વેટર પહેરવા પર બોડીનું તાપમાન અંદર જ ટ્રેપ થઈ જાય છે. આ કારણે રાતે સૂતી વખતે બેચેની અનુભવાય શકે છે. આગામી સવારે તમને થાક અને આળસ અનુભવાય શકે છે.

રાતની ઊંઘ પણ ખરાબ થઈ શકે છે. સારી ઊંઘ લેવા માટે બોડીનું તાપમાન જાળવી રાખવું પડે છે પરંતુ, સ્વેટર પહેરવા પર એવું સંભવ થઈ શકતું નથી.અને સ્વેટર પહેરવા પર બોડીનું તાપમાન અંદર જ ટ્રેપ થઈ જાય છે. આ કારણે રાતે સૂતી વખતે બેચેની અનુભવાય શકે છે. આગામી સવારે તમને થાક અને આળસ અનુભવાય શકે છે.જેથી મોટા સ્વેટરની જગ્યાએ સૂતી વખત લાઇટ કે બ્રીદેબલ કપડાં પહેરો. વધારે ફરવાળા સ્વેટર, મોજા, ગ્લવ્સ કે ટોપી પહેરવાનું ટાળો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.