મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વિશે સોશિયલ મીડિયામાં ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે અને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટાર કપલનું બ્રેકઅપ થઈ ગયું છે. જો કે અર્જુન કપૂરે માત્ર તેને અફવા ગણાવી છે..પરંતુ આ વિશે મલાઈકાનું હજુ સુશી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપનું કારણ એકબીજાથી દૂર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ઘણા સમયથી બન્ને મળ્યા નથી અને તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ના ફિનાલેમાં પણ જોવા મળી ન હતી.
મલાઈકા અરોરા એક અઠવાડિયાથી ઘરની બહાર નીકળી નથી અને એટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અર્જુન કપૂર રિયા કપૂરના ઘરે ગયો હતો પરંતુ તે મલાઈકાને મળવા ગયો નહોતો. તેનું ઘર મલાઈકાના ઘરની નજીક છે.
મુંબઈમાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે મલાઈકા ઘરની બહાર નથી નીકળી રહી. આ કારણોસર તે ઘરમાં કેદ થઇ છે અને છેલ્લા ઘણા સમયથી તે ઘરની બહાર નીકળી નથી.જેના કારણે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.અને બન્નેના બ્રેકઅપની વાતો થવા લાગી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.