વારંવાર કોરોનાના બૂસ્ટર ડૉઝ ઇમ્યુનિટી નબળી કરી શકે છે જાણો સમગ્ર વિગતો..

યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ ચેતવણી આપી છે કે વારંવાર બૂસ્ટર ડૉઝ આડ અસર કરી શકે છે અને ઇમ્યૂન સિસ્ટમને નબળી કરી શકે છે. એક પ્રેસ બ્રીફિનગમાં યુરોપિયન યુનિય (EU)એ કહ્યું હતું કે વારંવાર બૂસ્ટર ડૉઝ સંભવ થઈ શકતા નથી અને દેશોએ શિયાળાના વાતાવરણની શરૂઆત મુજબ બૂસ્ટર ડૉઝ શેડ્યૂલ કરવા જોઈએ. એ સિવાય યુરોપિયન મેડિસિલ એજન્સીએ દેશોને ઇન્ફ્લૂએન્જા વેક્સીન પોલિસી દ્વારા નિર્ધારિત દિશા-નિર્દેશોની જાણકારી મેળવવાની સલાહ આપી છે.

બાયોલોજિકલ હેલ્થ થ્રેટ અને વેક્સીન સ્ટ્રેટેજી EMAના પ્રમુખ માર્કો કેવલોરીએ જણાવ્યું હતું કે બૂસ્ટર એક કે બે વખત લઈ શકો છો પરંતુ એવું કશું જ નથી જેની બાબતે આપણે વિચારીએ છીએ કે તેને સતત રીપિટ કરવા જોઈએ. યુરોપિયન મેડિસિન એજન્સીની આ જાહેરાત ઓમીક્રોનના વધતા જોખમ વચ્ચે ઘણા દેશોના બૂસ્ટર ડૉઝ ઝડપ લાવવા વચ્ચે થઇ છે. અમેરિકા, યુનાઈટેડ કિંગડમ અને ભારત સહિત ઘણા દેશ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનની ઝપેટમાં આવી ગયા છે.ઇઝરાયલે પહેલાથી જ 60 વર્ષ કરતા વધુ ઉંમરના લોકો માટે બીજો બૂસ્ટર કે ચોથો ડૉઝ આપવાની શરૂઆત કરી દીધી હતી.

જોકે યુરોપિયન મેડિસિન એજન્સી સ્પષ્ટ કર્યું કે Paxlovid અને Remdesivir જેવી ઓરલ અને એન્ટિવાયરલ દવાઓ, ઓમીક્રોન વિરુદ્ધ પોતાની પ્રભાવકારિતા બનાવી રાખે છે. અને 15 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત જલદી જ હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને વૃદ્ધો માટે કોવિડ બૂસ્ટર ડૉઝ આપવાની શરૂઆત કરશે. 10 જાન્યુઆરીથી ભારતમાં વેક્સીનના બૂસ્ટર ડૉઝ આપવાની શરૂઆત કરવામાં આવી તો 15-18 વર્ષના બાળકોને પણ 3 જાન્યુઆરીથી વેક્સીન આપવાની શરૂઆત થઈ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.