કપડવંજના ઘડિયા ગામના આર્મી જવાનનું સિક્કિમ ખાતે અવસાન; આવતીકાલે રાત્રે પાર્થિવદેહ અમદાવાદ લવાશે….

કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં રહેતા બુધાભાઈ પરમારનાં બે સંતાનો પૈકી જે જયેષ્ઠ પુત્ર હિતેશ પરમાર (ઉં. 32) જે 2011ના વર્ષમાં આર્મીમાં ભરતી થયા હતા અને તેમની પ્રથમ નોકરીનું સ્થળ જલંધર પંજાબ ખાતે આવ્યું હતું અને ત્યાર બાદ મા ભોમની રક્ષા કાજે સમગ્ર ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ તેઓ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે.

એક મહિના પહેલાં જ આર્મી જવાન હિતેશ પરમારની પશ્ચિમ બંગાળથી સિક્કિમ ખાતે બદલી થઈ હતી અને જ્યારે આર્મી જવાન હિતેશ પરમાર બે મહિના પૂર્વે માદરે વતન ઘડિયા ખાતે એક મહિના જેવી રજા ભોગવીને તેઓ ફરજ પર હાજર રહ્યા હતા. હિતેશભાઈ પરમારે બે દિવસ પૂર્વે તેમની ધર્મપત્ની સાજનબેન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વાતચીતમાં ઘરના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા.

હિતેશભાઈ પરમારના ભાઈ સતીશ પરમારને સોમવારની મોડી સાંજે આર્મી જવાન હિતેશ પરમારના અધિકારીનો ફોન આવ્યો હતો અને ફોનમાં તેમણે હિતેશ પરમારનું નિધન થયું છે એમ જણાવ્યું હતું. આર્મી જવાન હિતેશભાઈ પરમારના ભાઈ સતીષભાઈ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે રાત્રે 9 વાગે અમદાવાદ ખાતે પાર્થિવદેહ આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.