પંતના બદલે રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવાના સવાલ અંગે જાણો ગંભીરે શુ આપ્યું નિવેદન??

ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટેસ્ટ ક્રિકેટમાં રિષભ પંતના બદલે કેએલ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવાના સવાલ પર પ્રતિક્રિયા આપી છે.અને ગૌતમ ગંભીરે કહ્યું છે કે, આવુ બિલકુલ સંભવ નથી. રિષભ પંત હાલ સારા ફોર્મમાં નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ તેણે કોઈ મોટી ઈનિંગ નથી રમી અને આ દરમિયાન તે ઘણા બેદરકારીભર્યા શૉટ્સ રમીને પણ આઉટ થતો રહ્યો છે. આ જ કારણ છે કે, ટેસ્ટ ટીમમાં તેની જગ્યા પર સવાલ ઉઠવા માંડ્યા છે અને ઘણા ફેન્સનું માનવુ છે કે, પંતને બહાર કરીને કેએલ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવામાં આવે.

આવા જ એક ફેને ગૌતમ ગંભીરને સવાલ પૂછ્યો કે, શું કેએલ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવામાં આવી શકે છે? તેના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું, હું એવુ જ કહીશ કે કેએલ રાહુલ માત્ર ઓપનર તરીકે જ યોગ્ય રહેશે કારણ કે, જો કોઈ વિકેટકીપર 150 ઓવરો સુધી વિકેટકીપિંગ કરે અને ત્યારબાદ તેણે નવો બોલ પણ રમવો પડે તો તેની શું હાલત થશે. આ લગભગ અસંભવ છે.અને વનડે અને T20માં તો આવુ ચાલી શકે છે પરંતુ ટેસ્ટ મેચોમાં તમને સ્પેશ્યાલિસ્ટ વિકેટકીપરની જરૂર પડશે. કેએલ રાહુલ ક્યાં તો કીપિંગ કરી શકે, ક્યાં તો ઓપનિંગ કરી શકે છે.

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, કેએલ રાહુલને એક ઓપનર તરીકે ડેવલપ થવાની તક આપવી જોઈએ અને. તેમણે કહ્યું કે, તમારો વિકેટકીપર ટેસ્ટ મેચોમાં ઓપનિંગ ના કરી શકે. ક્યાં તો તે માત્ર કીપિંગ જ કરશે ક્યાં તો પછી તે ઓપનિંગ જ કરશે. આથી, કેએલ રાહુલને હું કીપર બનાવવાની સલાહ જરા પણ નહીં આપીશ, કારણ કે જો તમે ઈચ્છતા હો કે તે નવા બોલ સાથે વધુમાં વધુ રન બનાવે તો તેની પાસે કીપિંગ ના કરાવી શકાય અને હજુ તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં લયમાં આવવાનું શરૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.