કીમ નદીમાં પ્રદુષણને લીધે મોટી માછલીઓ મરી જતા વિવાદ થયો, નદીના કિનારે મૃત માછલીઓનો ઢગલો

સુરત જિલ્લાના કોસંબા, ખરચ, સાયણ, ઓલપાડ ,કીમામલી, હાંસોટ, ઉમરાખ ગામે કીમ નદીમાં ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા મોટી સંખ્યામાં માછલાંઓ મરી જતા સ્થાનિક માછીમાર સમાજને મોટું નુકસાન થયું છે

અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક કંપનીઓ દ્વારા હેઝાર્ડેડ વેસ્ટ કીમ નદીમાં છોડાતા નવા ઓભા ગામે કીમ નદીના કિનારે મૃત માછલીઓનો ઢગલો થઈ ગયો હતો. ઝેરી રસાયણો સીઇટીપીમાં સાયન્ટિફિક ટ્રીટમેન્ટ વગર સીધા કીમ નદીમાં છોડાતા નદીનું પાણી પીવા લાયક કે ખેતી લાયક રહ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.