Xiaomiની વધતી જતી લોકપ્રિયતા, સેલમાં વેચાયા 85 લાખથી વધુ સ્માર્ટફોન

શિયોમી(Xiaomi)એ તહેવારની સિઝનમાં 28 સપ્ટેમ્બરથી 29 ઑક્ટોબરની વચ્ચે 20 લાખથી વધુ ડિવાઇસના વેચાણનો દાવો કર્યો છે. ગયા વર્ષની તહેવારની સિઝનમાં થયેલા વેચાણ કરતા કંપનીએ 40 ટકાનો વધારો નોંધાવ્યો છે.

શિયોમી(Xiaomi) ઈન્ડિયાના વડા અને ઑનલાઇન વેચાણના પ્રમુખ રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું કે, શિયોમી માટે ઉત્સવની સિઝન હંમેશાં સૌથી મોટી ખરીદીની સિઝન રહી છે. અમે અમારા એમઆઇ ચાહકો સાથે આ ઉજવણી માટે સખત મહેનત કરીએ છીએ. ‘

કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કંપનીએ 85 લાખથી વધુ સ્માર્ટફોન વેચ્યા છે. આમાં રેડમી નોટ 7 સિરીઝનું વેચાણ સૌથી વધારે હતું. આ શ્રેણીમાં Redmi Note 7 Pro, Redmi Note 7 અને Redmi Note 7S સામેલ છે.

નવો Redmi સ્માર્ટફોન બિલકુલ નવી ‘Aura Design’ સાથે આવે છે અને તેમાં વોટરડ્રોપ સ્ટાઇલ નોચ આપવામાં આવી છે. સ્માર્ટફોન Space Black, Neptune Blue અને Nebula Red કલર ઑપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.