રાત્રિના 10 વાગ્યાના અરસામાં જતી વખતે ચાલક યુવકે ફીગો કારના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ત્યાજ ત્રણ યુવકનમાં ઘટના સ્થળે જ મોત થયું હતું અન્ય મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી અને ટ્રાફિક જે ડીવિઝન પોલીસની તપાસમાં આ દુર્ઘટના કાર ચાલકે ઓવરસ્પિડમાં કારણે કાબૂ ગુમાવતાં બની છે
વટવા ના રિંગરોડ તરફ જવાના રસ્તા પર રૂપ એવન્યું સામે કાર પુર ગતિથી પસાર થઈ હતી તે સમયે અચાનક જ ભૂપેન્દ્ર યાદવે કારના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર પલ્ટી ખાતા જ ઝાડ સાથે તેનું રૂફ્ટોપ અથડાયું હતું કાર ના આગળના કાચ અને બોનેટ અને રૂફ્ટોપનો કુચેકુચ્ચા બોલાઈ ગયા હતા સાથે આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા અને બીજા બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.