પાટડીના હેબતપુર નજીક સુરેન્દ્રનગર મેઇન કેનાલમાંથી અજાણી વૃદ્ધા અને પુરુષની લાશ મળી આવતા ગમગીની છવાઈ ગઈ છે. બજાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પાટડી ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પાટડીના હેબતપુર નજીક આવેલ સુરેન્દ્રનગરની મુખ્ય નર્મદા કેનાલમાંથી અલગ-અલગ જગ્યાએથી અજાણી મહિલા અને પુરુષની મૃત હાલતમાં લાશ મળી આવતાં પંથકમાં ગમગીની ફેલાઇ જવા પામી હતી.
કેનાલ માં લાશ તરતી હોવાની જાણ બજાણા પોલીસને થતાં હેડ કોન્સબલ રાજુભાઈ મીઠાપરા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી બન્ને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ખાનગી વાહન મારફતે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી બન્નેની ઓળખ કરવા વધુ તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુરુષની ઉંમર આશરે ૫૦ વર્ષ હોવાનું તથા પુરુષ બેથી ત્રણ દિવસ પહેલાં મૃત્યુ પામ્યો હોવાનુ અનુમાન છે અને વૃદ્ધ મહિલાની ઉંમર આશરે ૭૦ વર્ષ તથા એક દિવસ વહેલા મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.