ગુજરાતમાં એકસાથે 5 ટોપ IPSને અપાયું પ્રમોશન ત્રણ અધિકારીઓને IGP અને બે અધિકારીઓને ADGP તરીકે બઢતી

રાજ્ય પોલીસ બેડા માં બઢતી બદલી નો દોર યથાવત છે અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 2 IPS અધિકારીઓને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આપ્યું છે અને ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષની શરૂઆતમાં મોટા ફેરફારો થયા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે આઈપીએસ અધિકારીઓને બઢતી અપાઈ છે. જ્યારે 3 આઈપીએસ અધિકારીઓને ગ્રેડ પ્રમોશન અપાયો છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે બહાર પાડવામાં આવેલા ઓર્ડર મુજબ રાજ્યના બે IPS અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) તરીકે બઢતી આપવામાં આવી છે. 1997 બેંચના IPS અનુપમ ગેહલોતને બઢતી આપી ADGP, CID (ઈન્ટેલિજન્ટ) ગાંધીનગરમાં નિમણૂંક કરવામાં આવ્યા છે. તેઓ હાલ IGP, CID, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. સાથે જ 1997 બેંચના IPS ખુરશીદ અહેમદને પણ ADGP તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ રાજકોટ સીટીના સ્પેશિયલ પોલીસ કમિશનર (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવશે અને તેના પહેલા તેઓ જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ સીટી (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવતા હતા.

આ સાથે રાજ્ય સરકારે ત્રણ IPS અધિકારીઓને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે બઢતી આપી છે. અને 2004 બેંચના IPS સંદિપ સિંહ, 2004 બેંચના IPS ગૌતમ કુમાર એમ. પરમાર અને 2004 બેંચના ડી.એચ. પરમારને IGP તરીકે બઢતી આપવામાં આવી છે. મહત્વનું છે કે, સંદિપસિંહ રાજકોટમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS ગૌતમકુમાર એમ. પરમાર એડિશનલ કમિશનર ઓફ પોલીસ, સેક્ટર-2, અમદાવાદમાં ફરજ નિભાવતા હતા અને IPS ડી.એચ. પરમાર ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (M.T.) ગાંધીનગર ખાતે ફરજ નિભાવતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.