સોખડા-હરિધામનો વધુ એક વીડિયો વાઇરલ થયો સત્સંગી મહિલા કહે છે, ‘હરિધામમાં બે ગાદી તો નહીં જ થાય, પ્રબોધસ્વામીને તો હું મારી નાખીશ’ જાણો વિગતે…મ

હરિધામ-સોખડાનો એક વીડિયો વાઇરલ થયો છે અને જેમાં મંદિરના ટ્રસ્ટી જયંત દવે સામે કેટલીક મહિલા સત્સંગી બહેનો પોતાનો આક્રોશ ઠાલવી રહી છે. વીડિયોમાં એક મહિલા હરિધામમાં બે ગાદી દો નહીં જ થાય, ગુણાતીત (પ્રબોધસ્વામી)ને તો હું મારી નાખીશ એવી વાત પણ કહી રહી છે.

આ વીડિયોમાં મહિલા બોલી રહી છે કે બધી બુદ્ધિ અમારી પાછળ જ વાપરો છો ! ત્યાગસ્વામીને કહો કે તમારી બુદ્ધિ તમારી પાસે જ રાખો અને અમે તમને બહુ જ સારી રીતે ઓળખી ગયા છે. અમને ખાવાના બહાને અંદર પૂર્યા, અને હવે અમને કાઢવાની વાત કરો છો. તો તમે અમારી સામે દૂર બેસો અને અમારા પ્રશ્નો-રજૂઆતોનું પૂરું કરો, નહીં તો અમે અહીંથી હટવાનાં નથી. જ્યારે ગુણાતીત (પ્રબોધસ્વામી)ને ગાદી પર બેસાડો તો અમને કોઈ ફરક નથી પડતો, પરંતુ અમારે આજે રસ્તો જોઈએ.અને અમારે અહીં સંતો જ્યાં જ્યાં છે તેમને બહાર કાઢો તો જ અમે અહીંથી જઈશું, નહીં તો નહીં જઈએ. બ્રહ્મવિહારીને બોલાવો, ફૂવાને બોલાવો, ગુણાતીત લખીને આપે, એમાં બે વડીલની સહી જોઈએ.
એમાં લખીને આપે, આ બધું ખાલી કરે, અમારે હરિધામમાં ગુણાતીત જોઈતો જ નથી. રહેવું હોય તો પ્રાદેશિક સંત તરીકે રહે. જ્યારે ગુણાતીતના જેટલા ફોટા હોય એ હરિધામના બહાર જવા જોઈએ, તો જ અમે અહીંથી જઈશું. નહીં તો તમે ગુણાતીતને બેસાડી દો અને અમે મીડિયાને બોલાવીએ. શું તમે ઊંધું રમાડો છો, અમે સમજતા નથી.

મારા ઘરવાળાને ધમકી આપે છેઃ મહિલા સત્સંગી આ વીડિયોમાં અન્ય મહિલાઓ પણ બોલી રહી છે, જેમાં તેઓ એવું કહે છે કે આ તેમની મિલકત છે અને જો તેમની મિલકત હોય તો બેસાડી દો તેમને, પરંતુ હરિભક્તને કોઈ નુકસાન થવું ન જોઈએ. સુરત કશું બોલ્યા નહીં ને એમાં જ આ ફરી થયું છે. બંટીભાઈને ઉઠાવવાના હતા, બંટીને ના ઉઠાવ્યો તો ગુંજનભાઈને માર્યા. એક મહિલાએ કહ્યું, મારા ઘરવાળાને ધમકી આપે છે. બીજી મહિલા આક્ષેપ કરે છે કે મારી ઘરે 15-15 જણા ત્રણ વખત આવ્યા. હજુ કેટલું પ્રૂફ આપું. જે મહિલા વીડિયોમાં બોલી રહી હતી તેને કહ્યું કે હરિધામમાં બે ગાદી નહીં થાય.

વીડિયોમાં આગળ મહિલા બોલે છે કે આ બધા તો સ્વામીજી ધામમાં ગયા તો કહે છે કે એક વિકેટ ગઈ, હવે બીજી વિકેટ પડશે. આવી તો આમની ભાષા છે અને મહિલા જે. એમ. દવેને કહે છે કે ભાઈ, આ રીતે સંસ્થા ન ચાલે. એકનું માનીને સંસ્થા ન ચાલે. તમારે જે અંદરોઅંદર હોય એ તમે પતાવી દો. કાં તેને બેસાડો કાં પ્રેમસ્વામીને બેસાડો. અમને કોઈ મતલબ નથી, પરંતુ અમારા પ્રદેશમાંથી અમને કાઢો.

મંદિર રાજનીતિનું હબ બની ગયું છે
મહિલા આ વીડિયોમાં વધુ કહી રહી છે, જેમાં ફૂવા અને અશોકભાઈનો ઉલ્લેખ કરી પૈસા મામલે તેમને કાંઈ ન કહેવાય તેમજ એક સંતના ચારિત્ર્ય અંગે પણ વાતો કરી રહી છે. જોકે મોટા ભાગની વાતચીત દરમિયાન પૈસાની ઘાલમેલ મુદ્દે વારંવાર ઉલ્લેખ કરી રહી હોવાનું વીડિયો ક્લિપમાં જણાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.