સુવાળા અને સવાણીના રાજીનામા બાદ ગોપાલે સી.આર. પાટિલ પર સાધ્યો નિશાનો જાણો શુ કહ્યું??

આમ આદમી પાર્ટીના બે નેતાઓએ પાર્ટીનો સાથ છોડ્યો છે. એક નેતા વિજય સુવાળા અને બીજા નેતા મહેશ સવાણી છે અને વિજય સુવાળા ભાજપમાં જોડાયા છે તો મહેશ સવાણી સમાજીક કાર્ય કરવાની વાત કરી રહ્યા છે. ત્યારે બે નેતાઓના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પ્રતિક્રિયા આપી હતી.

ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પાર્ટીમાંથી કાર્યકર્તાઓ ક્યાય ગયા નથી. આ પાર્ટી કાર્યકર્તાઓની મહેનતથી છે. બીજું કે જનતા ક્યાય ગઈ નથી અને એટલે પાર્ટી અંખડ છે અને અનંતકાલીન છે. આજે ગુજરાતની પીડાયેલી જનતા છે. આ જનતા કોંગ્રેસ અને ભાજપની મિલીભગતની તાનાશાહીનો ભોગ બનેલી જનતા છે.

જેમાં ખેડૂતો છે, બેરોજગાર યુવાનો છે અને કર્મચારીઓ છે તે ક્યાય પણ ગયા નથી. તેમની શુભકામનાઓ તેમની લાગણી અને તેમની મત છે તે આમ આદમી પાર્ટીની સાથે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ પાર્ટી સાથે છે અને જે ઘટના અને ટીવી અને સોશિયલ મીડિયા સુધી પહોંચી તેને રીલેટેડ કાર્યકર્તાઓને સંદેશ આપવા માટે અને આગળની રજૂઆત હોય તે બાબતે જણાવવા માટે સુરતમાં એક મીટીંગ બોલાવવામાં આવી છે.

ગોપાલે વધુમાં જણાવ્યું હતું કે, સી.આર. પાટીલ પૈસાના દમ પર અને સત્તાના દમ પર નાના માણસને એક લલકાર ફેંક્યો છે કે, તમે જો અમારી સામે લડવા માટે આવશો તો અમે તમારી સાથે આવું વર્તન કરીશું. પૈસાથી લલચાવીશું, સત્તાથી ડરાવીશું અને તો પણ નહીં સમજો તો નજીકના સગા-સંબંધીઓ દ્વારા તમને ઈમોશનલ ટોર્ચર કરાવીશું.અને આ લલકાર પાટીલે ફેંક્યો છે પણ તેની સામે પણ લલકાર ફેંક્યો છે કે સત્તા કે પૈસાના દમથી તમે અમારી સામે લડવા માટે નીકળ્યા છો તો તમે જિંદગીમાં ક્યારેય પણ જીતશો નહીં.

કારણ કે, જીત અમારી ઈમાનદારીની, અમારી હિંમતની અને અમારા આત્મવિશ્વાસની થશે. જનતા ક્યાય ગઈ નથી અને કાર્યકર્તાઓ ક્યાય ગયા નથી. પાર્ટી મારાથી કે કોઈ વ્યક્તિથી નથી. પાર્ટી લાખો ઈમાનદાર કાર્યકર્તાઓથી છે. એક પણ કાર્યકર્તા ક્યાય ગયા નથી. પણ કાર્યકર્તાઓએ સામે ચાલીને મને અને ઈશુદાનભાઈને ફોન કરીને કહ્યું છે કે, અમે ક્યાય ગયા નથી અમે જીવીશું ત્યાં સુધી આમ આદમી પાર્ટી માટે કામ કરીશું અને હું કે કોઈ ફલાણા ભાઈથી પાર્ટી નથી. આ પાર્ટી કાર્યકર્તા અને જનતાના સપોર્ટથી છે.

બે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડવા બાબતે જણાવ્યું હતું કે, આ પાર્ટી એક આંદોલનની પાર્ટી છે. મહેનત અને સંઘર્ષની પાર્ટી છે. અહિયાં ટેબલ, ખુરશી, બેનર, ફોટો અને નામ કશું તૈયાર નથી. અહિયાં મહેનત કરવાની છે અને તમે જે પ્રકારનું ગુજરાત ઈચ્છો છો તે બનાવવા માટે અહિયાં બલિદાન આપવાનું છે. અને બલિદાન આપવું તે બધાનું કામ નથી. ઈશ્વરે આ શક્તિ બધાને નથી આપી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.