આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલ ગોધરામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યાં છે અને જેના પગલે તકેદારીના ભાગરૂપે આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આવતીકાલે ગોધરા ખાતે યોજાશે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન અને સુવર્ણ ચંદ્રક એનાયત સમારોહ યોજાવા જઈ રહ્યો છે અને આ સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેવાના છે.
આ યુનિવર્સિટી સંલગ્ન 215 કોલેજના પદવી મેળવનાર 28564 વિદ્યાર્થીઓ પૈકી 22000 વિદ્યાર્થીઓ અને 1000 આધ્યાપકો વર્ચ્યુઅલી અને 112 વિદ્યાર્થીઓ કાર્યક્રમ સ્થળે હાજર રહી પદવી મેળવવાના છે.
કોરોના સંક્રમણની સાંપ્રત સ્થિતિ વચ્ચે યોજાઈ રહેલા આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ કર્મચારી, પોલીસ અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે લોકોના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેઓને કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.