ચીનના પ્રવાસીએ જાપાની દારૂની બોટલ પર ઉડાવ્યા 4 કરોડ રૂપિયા જાણો જેમાં શુ છે એવું ……

તુર્કીના ઈસ્તાંબુલ એરપોર્ટ પર ચીનના એક પ્રવાસીએ દારૂની બોટલ માટે 4 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા અને આ કોઈ સામાન્ય વાઈન નહીં પણ જાપાનની દુર્લભ વ્હિસ્કી હતી. આ વ્હિસ્કી એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપમાં ઓછી કિંમતે વેચાઈ રહી હતી. આ જાપાનીઝ વ્હિસ્કીની કિંમત 4.14 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્હિસ્કી 55 વર્ષ જૂની યામાઝાકી હતી જે ખૂબ જ ઓછી સંખ્યામાં બનાવવામાં આવી હતી.

એક અહેવાલ અનુસાર વ્હિસ્કીની આ બોટલ ડિસેમ્બર 2021થી યુનીફ્રીની ડ્યુટી ફ્રી શોપમાં રાખવામાં આવી હતી. અધિકૃત વેબસાઈટ અનુસાર, હાઉસ ઓફ સુનટોરીના ઈતિહાસમાં યામાઝાકી 55 સૌથી જૂની સિંગલ મૉલ્ટ વ્હિસ્કી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત ઘણી ઓછી હોવાને કારણે ગ્રાહકોને યામાઝાકી 55 વ્હિસ્કી ખરીદવા માટે બોલી લગાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, ચીનના એક વ્યક્તિએ અન્ય 7 લોકોને પાછળ છોડીને યામાઝાકી 55 વ્હિસ્કી ખરીદી લીધી અને આ વેચાણથી ઉત્સાહિત, યુનીફ્રીના સીઈઓ અલી સેનહેરે કહ્યું, ‘અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમારા સ્ટોરમાં વેચાણનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. તેમણે કહ્યું કે આ દર્શાવે છે કે એરપોર્ટ પર અમુક પ્રોડક્ટ્સ વેચી શકાય છે. સેનહેરે કહ્યું કે યામાઝાકી 55 જેવી દુર્લભ પ્રોડક્ટ વેચવા માટે ઈસ્તાંબુલ એરપોર્ટ સૌથી શ્રેષ્ઠ સ્થળ છે.

બીજી તરફ વ્હિસ્કી બનાવનારી કંપની હાઉસ ઓફ સુનટોરીએ કહ્યું કે આ વ્હિસ્કીમાંથી ચંદનની સુગંધ આવે છે. આ વ્હિસ્કીની બોટલ જાપાનના મિઝુનારા લાકડામાંથી બનેલા ખાસ બોક્સમાં રાખવામાં આવી છે. આ લાકડાના બોક્સમાં વ્હિસ્કી સદીઓથી રાખવામાં આવે છે.અને હાઉસ ઓફ સુનટોરીના અધિકારી શિંજી ફુકુયો કહે છે કે આ યામાઝાકી 55 વ્હિસ્કી જૂની બૌદ્ધ પ્રતિમા જેવી છે. શાંત અને રહસ્યમય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.