સુરેન્દ્રનગર માં ફરી એકવાર માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ અગાઉ બે વાર હળવો વરસાદ થયા બાદ ફરી વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે આગામી તા. 22 અને 23 જાન્યુઆરીના રોજ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લામાં ગત ડીસેમ્બર માસમાં જ બે માવઠા થઈ ચૂક્યા છે ત્યારે જિલ્લામાં ફરીવાર વરસાદી વાતાવરણ સાથે કમોસમી વરસાદ ની આગાહી થતા ખેડૂતો માં ચિંતા પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગના જણાવાયા મુજબ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ફરી તા. 22 અને 23 જાન્યુઆરીના રોજ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.