રાજ્યમાં બસમાં આગ લાગવાની ઘટનાઓ છેલ્લા ત્રણથી ચાર દિવસથી વધી રહી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસમાં બસમાં આગ લાગવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. પહેલી ઘટના સુરતના હીરાબાગ વિસ્તારમાં બની હતી. ત્યાં રાજધાની બસમાં આગ લાગતા એક મહિલાનું મોત થયું હતું. આ ઉપરાંત બીજી ઘટના સુરતના હજીરાના મોરા ગામ નજીક બનવા પામી હતી અને ત્યાં પાર્કિંગમાં મુકેલી બસમાં આગ લાગી હતી. આ ઉપરાંત ત્રીજી ઘટના રાજકોટમાં સામે આવી છે.
રાજકોટની બજરંગવાડીથી ભક્તિનગર સર્કલ તરફ જતી સિટી બસ સવારે 9:20 કલાકે ક્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલા સ્ટોપ નજીક ઉભી હતી. તે સમયે બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.અને ત્યારબાદ બસમાં આગ લાગી હતી. આ ઘટના બની તે સમયે બસમાં બે મુસાફરો સવાર હતા. બસમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ડ્રાઈવર અને મુસાફરો તાત્કાલિક બસમાંથી નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ બસમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાયટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમને બસમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને બસની આગ પર કાબુ મેળવ્યો હતો. બસમાં આગ શોર્ટસર્કીટના કારણે લાગી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જે સમયે ઘટના બની તે સમયે બસની બાજુમાં રહેલુ એકટીવા મોપેડ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું.
લોકો મોટાભાગે બસમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. કારણ કે, કોઈ વ્યક્તિને તેના વતનમાં જ હોય તો તે લક્ઝરી કે પછી અન્ય કોઈ બસમાં બેસી જાય તો તે 8થી 10 કલાકના સમયમાં તે વતનમાં પહોંચતા હોય છે. મોટાભાગે લોકો રાત્રે 7થી વાગ્યે બસમાં બેસતા હોય છે અને વહેલી સવારે તેમના વતન પહોંચી જતા હોય છે. રાત્રી દરમ્યાન બસના સોફામાં તેઓ સૂઈ જતા હોવાના કારણે તેમને મુસાફરીનો થાક પણ લાગતો નથી. આજ કારણે મોટાભાગના લોકો બસમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે પરંતુ હવે બસ કેટલી સુરક્ષિત છે તેને લઈને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ રાજધાની નામની એક લક્ઝરી બસમાં આગ લાગી હતી અને આગની ઘટનામાં એક પરણિતાનું મોત થયું હતું.
બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી. 1થી દોઢ મિનિટના સમયમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.અને જોકે હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં સુરતના હજીરા વિસ્તારમાં પણ એક ખાનગી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને બસ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
હજીરાના મોરા ગામ નજીક એક ખાનગી બસ પાર્કિંગ કરવામાં આવી હતી. એક મેદાનમાં પાર્ક કરાયેલી ખાનગી બસમાંથી એકાએક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ત્યારબાદ બસમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા સુરત ફાયર અને ઈન્ડસ્ટ્રીના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તેમને તાત્કાલિક આગ લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ બસમાં લાગેલી આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનશીબે આ બસ પાર્ક કરેલી હોવાને કારણે કોઈને જાનહાની થઈ ન હતી. તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટના બાબતે અડાજણ ફાયર સ્ટેશનના ઓફિસર સંપત સુથાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમને રાત્રે 11:20 મિનિટે કોલ મળ્યો હતો. બસમાં આગ લાગવાની માહિતી મળતાં અમે તાત્કાલિક ઘટના સ્થળ પર જવા નીકળી ગયા હતા. અમે 28 મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમે જોયું તો મેદાનમાં પાર્ક કરેલી એક બસ સળગી રહી હતી.અને તેથી અમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે, બસમાં આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણી શકાયું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.