જુનાગઢ જિલ્લાના વંથલીના મહીલા પીએસઆઈએ પોતાની ચેમ્બરમાંથી બાબા સાહેબની તસવીર ઉતારી લેતા દલીત સમાજની લાગણી દુભાઈ હતી.ત્યારે પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ સાથે દલીત સમાજના લોકોએ વઢવાણમાં શુક્રવારે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.
જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ મથકના મહીલા પીએસઆઈ ડોડીયાએ ચેમ્બરમાંથી ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીર હટાવી લીધી હતી અને આ બાબતનો વીડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે જુનાગઢના આ બનાવથી સમગ્ર રાજય અને દેશના દલીત સમાજના લોકોની ધાર્મીક લાગણી દુભાઈ છે. જેમાં શુક્રવારે સવારના સમયે વઢવાણના દલીત સમાજના લોકોએ વઢવાણ-લીંબડી રોડ ચક્કાજામ કરી દીધો હતો. લોકોએ વંથલીના મહીલા પીએસઆઈ ડોડીયાને સસ્પેન્ડ કરવાની માંગ કરી બાબા સાહેબ અમર રહો..અને જય ભીમ..ના નારા પણ લગાવ્યા હતા. બનાવની જાણ થતા વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.