હાલ ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધ્યો છે અને તેની સામે ઘણા લોકો છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે. છેતરપિંડી સૌથી ખતરનાક પ્રકાર ફિશીંગ છે. આ અંગે પીઆઈબી ફેક્ટ ચેકે ઈમેલ સ્કેમથી બચવાની ચાર ટિપ્સ આપી છે.
કોઈપણ ઈમેલ કે એસએમએસ ઉપર ક્લિક કરતાં પહેલા વેબ લિંક વેરિફાઇ કરો
તમારી પર્સનલ અને ફાયનાન્સિયલ ડિટેલ ઈન્ટરનેટ પર શેર ન કરો
કોઈપણ એટેચમેંટ ડાઉનલોડ કરતી વખતે સાવચેત રહો
અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ઇમેલ કે મેસેજ ક્યારેય ઓપન ન કરો
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે અને સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ પણ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.