આગ્રાના શાહગંજમા ગેસ સિલિન્ડર ફાટવાથી એક જ પરિવારના 8 લોકો બળીને ભડથું થઈ ગયા

આગ્રાના શાહગંજ વિસ્તારના ભોગીપુરામાં સોમવારે સવારે વાલ્મિકી વસ્તીમાં ગેસ સિલિન્ડર ફાટવાથી એક જ પરિવારના આઠ લોકો ભડથુ થયા. આ દુર્ઘટના સવારે અંદાજે સવા આઠ વાગે ઘટી અને વાલ્મીકિ વસ્તીમાં રહેતા વિનોદના ઘરમાં અચાનક સિલિન્ડરમાં આગ લાગી હતી અને ભીષણ આગથી પરિવારજનોએ ચીસાચીસ કરી હતી.

આ દરમ્યાન વિનોદ, તેની પત્ની કમલેશ, દીકરો, ભત્રીજી સહિત આઠ લોકો આગમાં ભડથુ થયા અને શેરીના લોકોએ સૌને બહાર કાઢ્યા. સૂચનાને પગલે ઘટનાસ્થળે પોલીસ પહોંચી. ગેસ સિલિન્ડર ફાટવાથી ઘર પણ ક્ષતિગ્રસ્ત થયુ છે અને જેનાથી આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. પોલીસે ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો.

આગમાં ભડથુ થયેલા લોકોને એસએન મેડિકલ કોલેજની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરનું કહેવુ છે કે અત્યારે બધાની સ્થિતિ સારી છે. દુર્ઘટના સિલિન્ડરમાં આગ લાગવાથી ઘટી છે. જેનુ કારણ લીકેજ પણ હોઇ શકે છે. જો કે, અત્યારે તપાસ કરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.