સુરત ભટારમાં રહેતી મહિલાએ પતિની ગેરહાજરીમાં બે બાળકોને રમતા મુકીને ફાંસો ખાઇ લીધો હતો,અને બાળકોએ માતાને ફાંસો ખાધેલી હાલતમાં જોતા અન્ય સભ્યોને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ ભટાર રોડ પર વૈશાલી એપાર્ટમેન્ટમાં આઠમાં માળે રહેતા આશિષ જૈન હાલ ડ્રાઇફ્રુટના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ કામઅર્થે મુંબઇ ગયા હતા ત્યારે તેમની પત્ની સોનલબેનએ ઘરે ફાંસો ખાઇ લીધો હતો. આશિષભાઇ હજુ તો બોરીવલી પણ પહોંચ્યા ન હતા ત્યાં જ સુરતથી તેમની પત્નીની આત્મહત્યાનો ફોન આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. અને આશિષભાઇ તાત્કાલીક સુરત આવ્યા હતા પરંતુ તે પહેલા તો તેમની પત્ની સોનલબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે સવારે આશિષભાઇ મુંબઇ ગયા ત્યારે સોનલબેન તેમના બે બાળકોને રમાડી રહી હતી. આ દરમિયાન સોનલબેનએ રૂમમાં જઇને ફાંસો ખાધો હતો. અને માતાને લટકેલી હાલતમાં જોતા જ એક પુત્ર નીચે સોનલબેનના સંબંધીઓને કહેવા માટે ગયો હતો. સોનલબેનનોસગો ભાઇ ઉપર આવી જતાં તેઓએ આશિષભાઇને ફોન કરીને જાણ કરી હતી. હાલ તો સોનલબેનએ કયા કારણોસર ફાંસો ખાધો તે અંગે કોઇ ચોક્કસ માહિતી મળી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.