દેશ માં ચુંટણીઓ નો માહોલ છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે જેમાં ગુજરાતના યુવાનેતા ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ નું નામ પણ સામેલ છે.અને સ્ટાર પ્રચારકોની યાદીમાં મનમોહન સિંહનું પણ નામ છે અને તેમાં હાર્દિકના નામનો સમાવેશ થતા હાર્દિક નું રાજકીય કદ અન્ય ગુજ્જુ નેતાઓ ની સરખામણીમાં વધી ગયું છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પ્રચાર માટે જે સ્ટાર પ્રચારકોની યાદી કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી છે તેમાં હાર્દિક પટેલ, સોનિયા ગાંધી, પૂર્વ PM મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ભૂપેશ બધેલ, ગુલામ નબી, અશોક ગેહલોત અને સચિન પાયલટના નામનો સમાવેશ થાય છે અને આ તમામ નેતાઓ ઉત્તર પ્રદેશ માં પ્રચાર પ્રસાર કરશે.
ગુજરાતમાં કોંગ્રેસ માં હાર્દિક પટેલના નામ પર સ્ટાર પ્રચારક તરીકે હાઈકમાન્ડે મહોર મારી છે. અગાઉ લોકસભાની ચૂંટણી સમયે પણ ગુજરાતમાં હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને તેના માટે અલગથી હેલીકોપ્ટરની પણ ફાળવણી કરવામાં આવી હતી.
આમ હાર્દિક પટેલ નું પાર્ટી માં વજન વધ્યું છે અને હવે તેઓ યુપી માં મોરચો સંભાળશે.
હાર્દીક પટેલ કોંગ્રેસ માં પોતાની ચોક્કસ જગ્યા બનાવી લીધી છે અને હાઈ કમાન્ડ ના માનીતા બની જતા હવે હાર્દિક પટેલ ની ઉપલા સ્તરે સીધી નોંધ લેવાઈ રહી છે ત્યારે હવે હાર્દિક પટેલ પોતાના તેજાબી ભાષણો થી યુપી ની સભાઓ ગજવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.