મહારાષ્ટ્રના વર્ધામાં ભયાનક અકસ્માત સજાયો હતો સેલસુરા નજીક પુલ પરથી કાર પડી જતા આ અકસ્માત થયો હતો
બ્રિજ પરથી પડેલી કારમાં મેડિકલના સાત વિદ્યાર્થીઓના હતા જેઓ ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને
આ દુર્ઘટના માં બીજેપી ધારાસભ્યનો પુત્ર પણ સવાર હતો ભાજપના ધારાસભ્ય વિજય રહંગદાલેના પુત્ર આવિષ્કાર રહંગદાલે સહિત 7 વિદ્યાર્થીઓના મોત થયા છે અને આ ઘટના ગત રાત્રે લગભગ 11.30 વાગ્યે બની હતી.વર્ધાના એસપી પ્રશાંત હોલકરના જણાવ્યા અનુસાર આ તમામ વિદ્યાર્થીઓ વર્ધા જઈ રહ્યા હતા.ત્યારે આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.