અમદાવાદ માં ભારે ચર્ચાસ્પદ બનેલા બોડકદેવ વિસ્તાર માં આવેલ હનુમાન દર્શન સોસાયટીની પાંચ હજાર ચારસો ત્રણ ચોરસ મીટર જમીનને તત્કાળ બિનખેતી- NA મંજૂરી આપવાના ચકચારી પ્રકરણમાં તત્કાલિન કલેક્ટર વિક્રાંત પાંડે સામે વિજીલન્સ તપાસ શરૂ થનાર હોવાની વાત થી જવાબદારો ફફડી ઉઠ્યા છે.
મૂળ ખેત મંડળીની આ જમીનને બોનાફઇડ પરચેસરનો લાભ આપીને બે વર્ષ અગાઉ આચરવામાં આવેલા આ કૌભાંડ મામલે મહેસુલ વિભાગે અહેવાલ તૈયાર કર્યો છે અને જેના આધારે સામાન્ય વહિવટ વિભાગ- GAD વિજિલન્સ તપાસનો આદેશ કરશે.
નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯ નવેમ્બર માં આ વિવાદાસ્પદ પ્રકરણ સામે આવ્યા બાદ તત્કાળ અસરથી જેતે સમયે IAS વિક્રાંત પાંડેની બદલી ગુજરાત બહાર કરી દેવાઇ હતી.
મહેસુલી નિયમ વિરુદ્ધ અપાયેલી બિનખેતીને મંજૂરીના પ્રકરણમા તપાસ ના અંતે હવે મહેસુલ વિભાગ રિપોર્ટ સોંપશે અને ત્યારબાદ સૈધ્ધાંતિકપણે આ કેસ વિજિલન્સ કમિશનને તપાસ માટે મોકલવાનો અગાઉથી નિર્ણય લેવાઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.