દેશભરમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ધૂમધામથી મનાવામાં આવે છે. કોરોના મહામારીનો કહેર લગભગ તમામ તહેવારો પર દેખાઈ રહ્યો છે.અને આ જ કારણ છે કે, દેશમાં વધી રહેલા કોરોનાના કેસોની વચ્ચે દિલ્હી પોલીસે આ વર્ષે પણ કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતાં ગણતંત્ર દિવસ પર આયોજીત કરવામાં આવેલી પરેડ સમારંભ માટે ખાસ દિશા નિર્દેશો જાહેર કર્યા છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ થનારા લોકોને કોવિડ વિરુદ્ધ સમગ્ર પણે રસીકરણ થયેલા હોવા જરૂરી છે. એટલે કે, કોરોનાની બંને વેક્સિન લઈ ચુકેલા લોકો જ આ પરેડને જોઈ શકશે. અને આ સાથે જ 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને સમારંભમાં શામેલ થવાની મંજૂરી આપવામાં આવી નથી.
કોરોનાના વધતાં ખતરાને જોતા આ વખતે ગણતંત્ર દિવસ સમારંભ પર તેની અસર વર્તાઈ રહી છે. આ જ કારણ છે કે, દિલ્હી પોલીસે ખાસ નિયમો બનાવ્યા છે.અને આ નિયમો અંતર્ગત 26 જાન્યુઆરીએ રાજપથ પર થનારા કાર્યક્રમોમાં લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ફરજીયાત છે.અને જેમ કે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવું જરૂરી છે. દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ આ નિયમોનું કોઈ પણ ઉલ્લંઘનને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દીધાં છે
સવારે 7 વાગ્યે વિઝિટર્સને બેસવા માટે બ્લોક ખોલી દેવામાં આવશે
વિઝિટર્સને અપીલ રહેશે કોરોના પ્રોટોકોલનું પાલન કરતાં નિયત સ્થાન ગ્રહણ કરી લેવું અને વિઝિટર્સે વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ
પોતાની સાથે વેક્સિન સર્ટિફિકેટ લાવવું ફરજિયાત છે અને ગણતંત્ર સમારંભમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને નો એન્ટ્રી
મર્યાદિત સંખ્યામાં પાર્કિંગની વ્યવસ્થા હોવાથી કાર પૂલ અથવા ટેક્સીથી આવો
કાર લાવતા લોકો માટે રિમોટ કંટ્રોલ કાર લૉક ચાવી રાખવાની વ્યવસ્થા દરેક પાર્કિંગમાં હશે
દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ એક દિવસ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ વખતે ગણતંત્ર દિવસ સમારંભ પર રાજધાનીમાં 27,000થી વધારે જવાનો તૈનાત કરી દેવામા આવ્યા છે. અને અસ્થાનાએ કહ્યું કે, કુલ દળમાં 71 ડીએસી, 213 એસપી, 713 નિરીક્ષક, દિલ્હી પોલીસ કમાંડો, સશસ્ત્ર બટાલિયન અધિકારી અને જવાન તથા કેન્દ્રીય ફોર્સની 65 કંપનીઓ શામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.