વલસાડ: વલસાડના શાકભાજી માર્કેટમાં ફાસ્ટફુડની લારી ઉપર નાસ્તો કર્યા બાદ રૂપિયા ચૂકવવાને બદલે ‘હું પત્રકાર છું અને તારી દુકાન બંધ કરાવી દઈશ’ એવી આપી લારીને સંચાલક સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી.જે અંગે પત્રકારની વિરૂદ્ધમાં સિટી પોલીસ મથકે ફરિયાદ અરજી આપી છે.
વલસાડના મદનવાડ રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.302 માં રહેતા ચંદન ચંદ્રહર્ષ ચૌધરી, વલસાડ શાકભાજી માર્કેટ તથા ભારતીય મોબાઇલની બાજુમાં રાત્રિના સમયે ફાસ્ટ ફૂડ અને નાસ્તાની લારી ચલાવે છે. ગત તા. 21/1/2022ના રાત્રે તેની લારી ઉપર સુનિલ ઉર્ફે અખિલ પવાર અને અરવિંદ નાસ્તો કરવા માટે આવ્યા હતા, તેમણે નાસ્તો કર્યા બાદ સંચાલકે રૂપિયાની માગણી કરી હતી. જેથી બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા. સંચાલકને માર મારી રોફ જમાવ્યો હતો. ‘હું પત્રકાર છું અને દુકાન બંધ કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. અનેબત્યારબાદ સંચાલકને આ પત્રકારો બાઇક ઉપર બેસાડીને શાકભાજી માર્કેટ પાસે આવેલી ચાઈનીઝની બીજી દુકાનમાં માલિક પાસે લઈ ગયા હતા. જ્યાં ચંદન ચૌધરી સાથે ગાળાગાળી કરી ધમકી આપી ભાગી ગયા હતા. જે અંગે ચંદન ચૌધરીએ બની બેઠેલા બંને પત્રકાર સામે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.