લગ્નની ખૂશીનો માહોલ એકાએક જ માતમમાં ફેરવાયો હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે અને દીકરાના લગ્નની ખૂશી માતાના મોતના કારણે માતમમાં પરિવર્તિત થઇ ગઈ. લગ્ન પહેલા યોજાયેલા દાંડિયા-રાસના કાર્યક્રમમાં વરરાજાની માતાને શ્વાસ ચઢવા લાગ્યો હતો. અને તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન વરરાજાની માતાનું મોત થયું હતું. તો બીજી તરફ સંબંધીઓએ વરરાજાથી આ વાત છૂપાવીને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં લતા સાપરિયા પરિવારના સભ્યોની સાથે રહેતા હતા. અને લતા સાપરિયાના દીકરા દિપકના લગ્ન રાજકોટ મુકામે રાખવામાં આવ્યા હતા. દીકરાના લગ્ન રાજકોટમાં રાખવામાં આવ્યા હોવાના કારણે લતા સાપરિયા તેમના પરિવારના સભ્યોને સાથે છેલ્લા 15 દિવસથી દીપકના લગ્નના તૈયારીઓ કરવા માટે રાજકોટમાં પહોંચ્યા હતા. તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ રવિવારના રોજ રાજકોટના મિલન હોલ ખાતે દિપકના લગ્ન થવાના હતા. પણ લગ્નના આગળના દિવસે રાસ-ગરબાના કાર્યક્રમમાં દિપકની માતા લતા સાપરિયાને શ્વાસ ચઢવા લાગ્યો હતો.
લતા સાપરિયાને શ્વાસ ચઢવા લાગતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાપરિયાનું મોત થયું હતું. હોસ્પિટલમાં માતાનું મોત થયું હોવાની વાત પરિવારના તમામ સભ્યોએ દિપકથી છૂપાવીને રાખી હતી. ત્યારબાદ રવિવારના રોજ પરિવારના અમુક લોકો હોસ્પિટલમાં જ રહ્યા હતા અને અન્ય લોકોએ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને દીપકના લગ્નનો પ્રસંગ પૂર્ણ કર્યો હતો. એક તરફ પરિવારના સભ્યના મોતનું દુઃખ અને બીજી તરફ દીકરાનો લગ્નપ્રસંગ આમ સુખ અને દુઃખના બે પ્રસંગો એક સાથે થતા સંબંધીઓએ પણ વિલાયેલા મોઢે દિપકના લગ્ન પ્રસંગમ હાજરી આપી હતી. અને આમ જે માતા દીકરાના લગ્નની હરખભેર તૈયારીઓ કરી રહી હતી તે માતા જ દીકરાના લગ્ન પહેલા દુનિયાને અલવિદા કહી ગયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.