પ્રતિષ્ઠિત તાતા ગ્રુપના છ ટ્રસ્ટના રજિસ્ટ્રેશનને ઇન્મક ટેક્સ વિભાગે રદ કર્યા હોવાની માહિતી મળી હતી. આ નિર્ણયનો અમલ 31 ઑક્ટોબર, 2019થી થયેલો ગણાશે.
જો કે તાતા કંપનીએ છેક 2015માં આ ઇન્કમ ટેક્સ રજિસ્ટ્રેશન રદ કરવાની વિનંતી ઇન્કમ ટેક્સ વિભાગને કરી હતી. ત્યારે ઇન્કમ ટેક્સ વિભાગે છમાંના ત્રણ ટ્રસ્ટના પુનર્મૂલ્યાંકનનો નિર્ણય કર્યો હતો.
જે ટ્રસ્ટ પાસે તાતા સન્સના મબલખ શેર્સ છે એમના રજિસ્ટ્રેશનને રદ કરાયું હતું. ઇન્કમ ટેક્સ વિભાગે જેમનાં રજિસ્ટ્રેશનને રદ કર્યા છે એ ટ્રસ્ટનાં નામ આ મુજબ છે- જમશેદજી તાતા ટ્રસ્ટ, આરડી તાતા ટ્રસ્ટ, તાતા એજ્યુકેશન ટ્રસ્ટ, તાતા સોશ્યલ વેલફેર ટ્રસ્ટ તાતા સાર્વજનિક ટ્રસ્ટ અને નવાજબાઇ રતન તાતા ટ્રસ્ટ.
તાતા ગ્રુપે પ્રગટ કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે અમે 2015માં આ તમામ ટ્રસ્ટના રજિસ્ટ્રેશન સરેંડર કરી દીધા હતા એટલે એ 2015થી અમલી ગણાવા જોઇએ. ટ્રસ્ટના રિસોર્સિસ વધારવા અને એની કામગીરીને વધુ અસરકારક બનાવવા અમે આ નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.