વલસાડ માં નવ દંપતિ ને કરફ્યુ ભંગ મામલે રેન્જ આઈજી એ આપ્યા તપાસ ના આદેશ SP ને 24 કલાક માં રિપોર્ટ સોંપવા આદેશ કરવામાં આવ્યો

વલસાડ માં નવ દંપતિ ને કરફ્યુ ભંગ હેઠળ પોલીસ મથક માં પુરવા મામલે રેન્જ આઈજી એ તપાસ ના આદેશ આપ્યા છે અને ,SP ને 24 કલાક માં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ માં રાત્રિ કફર્યૂ દરમ્યાન પારડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલાં નવદંપતી ને પોલીસ સ્ટેશનમાં પુરી દેવાની ઘટના ના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે અને નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવા મજબૂર કરી અને સવારે તમામનો જામીન પર છુટકારો થયો હોવાના બનાવે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે અને પોલીસ ના વલણ ની ભારે ટીકા થઈ છે.

લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવનાર વરરાજા પીયૂષ પટેલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે અને તેમણે કહ્યું હતું કે થોડું મોડું થઈ જતાં અમે માફી માગી હતી. અમારાં પરિવારજનોએ કહ્યું હતું કે કફર્યૂ ભંગની અમારી સામે કાર્યવાહી કરો અને નવદંપતીને જવા દો, પરંતુ પોલીસ વાળા તેમના વલણ માં અડગ રહયા હતા અને અમારી સાથે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને નવ દંપતિ કે જેઓ સુહાગરાત ને બદલે પોલીસ મથક માં પુરી દેવાની ઘટના ભારે વિવાદી બની છે જનતા માં ચર્ચા છે કે નેતાઓ જ્યારે કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવે છે ત્યારે જ આ જ પોલીસ આંખ આડા કાન કરે છે અને જ્યારે સામાન્ય લોકો સાથે કાયદાની કડક અમલવારી હેઠળ આ રીતે હેરાનગતિ કરવામાં આવે છે જેનું આ ઉદાહરણ છે.
જોકે,આ પ્રકરણમાં હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ તપાસ ના આદેશ આપતા જવાબદારો સામે કાર્યવાહી થવાના સંકેત મળી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.