દેશ ની સરહદ ઉપર માઇનસ 40 ડીગ્રી માં જવાનોએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી…

દેશભરમાં આજે 73 મો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છ અને ઠેરઠેર રાષ્ટ્ર ભક્તિ ગીતો વાગી રહ્યા છે,તિરંગો લહેરાવવા માં આવી રહ્યો છે ત્યારેઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ના જવાનોએ લદ્દાખમાં માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 15,000 ફૂટની ઊંચાઈએ ભારતીય તિરંગો લહેરાવીને પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી હતી.

લદ્દાખમાં -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 15,000 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાયો હતો. અને ઉત્તરાખંડના કુમાઉમાં 12000 ફિટની ઊંચાઈએ તિરંગો લહેરાવી જવાનો એ દેશપ્રેમ ની ઝાંખી દર્શાવી છે.દેશ ના પ્રજાસત્તાક પર્વ ની જવાનો પુરા જોશ સાથે કકડતી ઠંડી માં ઉજવણી કરી રહયા છે અને ચારે તરફ દેશપ્રેમ ની ભાવના જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.