આ તલાટીની સરકારી ઑફિસમાં પ્રજાના કામ થાય છે કે દારૂની મહેફિલ?? જાણો સમગ્ર વિગતવાર..

ગુજરાતમાં દારુબંધીના ધજાગરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. દારુબંધીના લીરેલીરા ઉડાવનાર બીજુ કોઇ નહી પરંતુ સરકારી બાબુઓ જ છે અને મહિસાગરના વીરપુરના ડેભારી ગામે સરાકરી ઓફિસમાં દારુની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા. આ એજ અધિકારીઓ છે જેઓને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા , પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુરશી પર બેસાડવામાં આવ્યા છે પરંતુ આ અધિકારીઓને પ્રજાના કામમાં નહી પરંતુ દારુ પીવામાં જ આનંદ આવતો હોય તેમ લાગી રહ્યુ છે.

વીરપુરના ડેભારી ગામના તલાટી રમેશભાઇ પોતે દારુ પીતા ઝડપાયા. દારુની મહેફિલના તમામ દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે તલાટી ઓફિસમાં આવીને પગ પર પગ ચઢાવીને દારુની મહેફિલ માણી રહ્યા છે અને ત્યારે અહીં સવાલ એ થાય કે તમે ઑફિસમાં કામ કરવા આવો છો કે દારુ પીવા, દારુબંધી હોવા છતાં બેફામ બનીને દારુ પીનારા તલાટી થોડી તો શરમ કરો. આ પ્રજાનું કામ અને આ સરકારી જગ્યા છે. પોતાના પદની ગરિમા તો જાળવો. આ એ જગ્યા છે જ્યાં સ્થાનિકોની અવર જવર હોય પરંતુ તલાટીને સ્હેજ પણ શેહશરમ નથી.

તલાટીના આવા વર્તનથી સ્થાનિકો અજાણ નથી અને સ્થાનિકો અનેકવાર રજૂઆત કરીને થાક્યા. તલાટી વિશે અનેકવાર ફરિયાદ કરી પરંતુ કોઇ નિરાકરણ આવતુ નથી. છેક DDO સુધી સ્થાનિકોએ રજૂઆત કરી પરંતુ કોઇ ઊંચા કાન કરતુ નથી. ત્યારે અહીં સવાલ એ થાય કે શુંDDO તલાટી સાથે મળેલા છે અને શા માટેDDO આંખ આડા કાન કરી રહ્યા છે. શું સરકારી ઑફિસોમાં આ રીતે જ કામકાજ ચાલતુ હશે. અને પ્રજા પિસાતી રહે અને બાબુઓ મહેફિલ માણતા રહે..?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.