મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, ખુબ જ સાવચેતી રાખીને આગળ વધવું,તેમજ આવનાર વિઘ્નો હળતા થતા જણાય.
વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતાનો અનુભવ થાય, કાર્યક્ષેત્રમાં રૂચી ના આવે અને આરોગ્ય સારું રહે.
મિથુન: મનનું ધાર્યું મનમાં રહી જાય, બોલવાથી વાદ-વિવાદ જાગે તેમજ કોઇપણ કાર્યની શરૂઆત વિચારીને કરવી.
કર્ક: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે અને શાંતિનો અનુભવ થાય.
સિંહ: મન ઉગ્રતા અને બેચેની અનુભવે, અજાણ્યા ડરનો સામનો કરવો પડે,અને વાદ-વિવાદથી બચવું.
કન્યા: પોતાની લાગણીઓ પર કાબુ રાખવો અને નિરાશા ખંખેરી નવા માર્ગો પર પ્રવાહિત થવું તેમજ સ્વજનનો સાથ સહકાર મળે.
તુલા: મહેનત રંગ લાવે, નાણાની ઉણપ દૂર થાય ને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
વૃશ્વિક: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરશો તો નવા માર્ગો ખૂલશે,અને લાગણી પર કાબુ રાખવાની જરૂર છે.
ધન: કાર્યક્ષેત્ર માટે આશાવાદી વલણ રાખશો તો કામ વિના વિઘ્ને પાર પડશે.તેમજ સ્વાસ્થ્ય સાચવવું.
મકર: વધુ પડતા સાહસિક ન બનવું, સ્નેહીથી ચકમક થવાના યોગો બને છે, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
કુંભ: આપના પ્રયત્નો અને આયોજનોનું ફળ ચાખવા મળે,તેમજ કૌટુંબિક મૂંઝવણો દૂર થાય.
મીન: પરિસ્થિતિની પ્રતિકુળતા જણાય,તેમજ આવેલી તકને જોઇ વિચારીને ઉપયોગ કરવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.