મેષ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્યમાં સિદ્વિ પ્રાપ્ત થશે અને મિત્ર સાથે મિલન થાય, સ્નેહીથી મુલાકાત થાય, પ્રવાસ ફળે.
વૃષભ: કાર્યની સફળતા મળશે પણ વિલંબ આપતો જણાય,તેમજ કાર્યની પૂર્તિ માટે ખૂબ પ્રયત્ન કરવો પડે.
મિથુન: ધારેલી સફળતા પ્રાપ્ત થાય, સંતાન દ્વારા સારા સમાચાર મળે,તેમજ તણાવ દૂર થાય.
કર્ક: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતુ લાગે, કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે તેમજ સ્વજનથી મુલાકાતના યોગ બને.
સિંહ: કાર્યની સફળતા પ્રાપ્ત થાય, યશ, માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય,અને સંતાનની ચિંતા દૂર થાય
કન્યા: કાર્યભાર વધે, સંતાનની ચિંતા હળવી થતી જણાય,અને જવાબદારીમાં વધારો થાય.
તુલા: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરશો તો નવી રાહો મળશે,અને લાગણી પર કાબુ રાખવો.
વૃશ્વિક: મનોદશામાં સુધારો થતો જણાય તેમજ આરોગ્ય સારુ થતું જણાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળે.
ધન: વધુ પડતા સાહસિક ન બનવું, સ્નેહી સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરવો અને સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું.
મકર: નવીન તકો ઉભી થાય, મકાન મિલકતના યોગો બને છે, ખર્ચ પર કાબુ રાખવો તેમજ સ્વાસ્થ્ય સારું રહે.
કુંભ: પ્રયત્નો અને આયોજનોનું ફળ ચાખવા મળે તેમજ કૌટુંબિક મૂંઝવણો દૂર થાય, નાણા ભીડ દૂર થાય.
મીન: પરિસ્થિતિની પ્રતિકુળતા જણાય, આવેલી તકને યોગ્ય રીતે ઉપયોગ કરવી અને સ્વજનથી મનમેળ થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.