ડ્રામા ક્વીન રાખી સાવંતની લોટરી નીકળી પડી છે. આ સાંભળીને તમે કહેશો કે કેવી રીતે? પણ જણાવી દઈએ કે જેના પર બોલીવૂડના દબંગ સલમાન ખાન મહેરબાન હોય તેના સારા દિવસો કેમ ન બદલે? રાખી સાવંત પર સલમાન ખાન છેલ્લા કેટલાક વર્ષોથી મહેરબાન દેખાઈ રહ્યા છે. અને હવે તો રાખીને દબંગ ખાન તેની અપકમિંગ ફિલ્મમાં એક ગીત પણ આપ્યું છે. એવી પણ માહિતી મળી રહી છે કે, રાખી સાંવતને ગીતની ઓફર કરવાની સાથે-સાથે સલમાન ખાન દ્વારા એક શરત પણ મુકવામાં આવી છે. આ શરતનું પાલન કરવાની ટ્રાય અત્યારથી જ રાખી સાવંત કરી રહી છે.
રાખી સાવંતને સલમાન ખાનની અપકમિંગ ફિલ્મની અંદર એક ગીત મળ્યું છે તે વાત અમે નહીં પણ ખૂદ રાખી સવંત કહી રહી છે. રાખીએ જણાવ્યું હતું કે, તે હવે સલમાન ખાનની ફિલ્મ માટે તૈયારી કરી રહી છે. એટલા માટે તે પોતાનું વજન પણ ઘટાડી રહી છે. રાખી કહી રહી છે કે, તે શમિતા અને શિલ્પા શેટ્ટીની જેમ ગ્લૂટન ફ્રી ખાવાનું જ ખાઈ રહી છે. રાખીની આ અનાઉન્સમેન્ટ સાંભળીને તેના ફેંસમાં પણ ખૂબ જ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.અને સલમાનની અપકમિંગ ફિલ્મમાં મોકો મળવો તે રાખીના કરિયર માટે મોટું ગેમચેન્જર સાબિત થશે.
રાખી સાવંત કરી રહી છે કે, અરે ભાઈએ જ મને કહ્યું છે કે, જલ્દી પતલા થઇ જાવ હું એક ગીત આપું છું. સલમાનભાઈ હું પાતળી થઈ રહી છું અત્યારે અને સલમાન ભાઈ જુઓ તમે કહ્યું હતું કે તમે મને ગીત જરૂરથી આપશો. જુઓ હું ખાવાનું પણ ડાયટવાળું ખાઈ રહી છું. હું ગ્લૂટન ફ્રી થઈ ગઈ છું. શમિતા, શિલ્પા અને તેમની માતા સુનંદાની જેમ. સલમાનભાઈ હું પાતળી થઈ રહી છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.